રાજકોટ–મોરબી રોડના રિસરફેસિંગ માટે રૂ. ૧૦૩ કરોડની માતબર રકમની મંજૂરી

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

મોરબી જિલ્લાના નાગરિકો અને રાજકોટ–મોરબી માર્ગ પરથી અવરજવર કરતા વાહનચાલકો માટે આનંદના સમાચાર રાજકોટ–મોરબી સ્ટેટ હાઇવે (એસ.એચ.-૨૪)ના રિસરફેસિંગ અને માર્ગને વધુ સુવિધાજનક બનાવવા માટે ગુજરાત સરકાર દ્વારા અંદાજિત રૂ. ૧૦૩ કરોડના વિકાસકાર્યોને મંજૂરી આપવામાં આવી છે.

આ વિકાસકાર્ય અંતર્ગત રાજકોટ–મોરબી રોડના કુલ ૬૪.૩૧૮ કિલોમીટરના માર્ગ પર રિસરફેસિંગની કામગીરી હાથ ધરવામાં આવશે.

આ યોજના અંતર્ગત બે તબક્કામાં કામગીરી કરવામાં આવશે.
પ્રથમ તબક્કો: ૪૪.૧૬૩ કિલોમીટરના માર્ગ માટે રૂ. ૭૪ કરોડની મંજૂરી.
બીજો તબક્કો: ૧૮.૧૫૫ કિલોમીટરના માર્ગ માટે રૂ. ૨૯ કરોડની મંજૂરી.
આ કામગીરીમાં સમગ્ર લંબાઈમાં ૫૦ એમ.એમ. જાડાઈનું બી.સી. લેયર, પસંદગીની લંબાઈમાં સી.સી. રોડ, ઓ.ડી.આર. તેમજ સર્વિસ રોડ અને ફર્નિચર જેવી આનુષંગિક કામગીરીનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ મહત્વપૂર્ણ વિકાસકાર્યને મંજૂરી આપવા બદલ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી નો ૬૬-ટંકારા પડધરી વિધાનસભાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા એ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે.
રાજ્યની સંવેદનશીલ અને વિકાસલક્ષી સરકાર દ્વારા સતત લોકહિતના કાર્યોને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. આ માર્ગનું રિસરફેસિંગ પૂર્ણ થતાં રાજકોટ અને મોરબી વચ્ચેની મુસાફરી વધુ સુગમ, સલામત અને આરામદાયક બનશે તેમજ સ્થાનિક નાગરિકો, વેપારીઓ અને વાહનચાલકોને મોટી રાહત મળશે.
આ વિકાસલક્ષી નિર્ણય બદલ મોરબી વિસ્તારના નાગરિકોમાં આનંદની લાગણી પ્રસરી છે.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW