મોરબી જિલ્લામાં કાયદો વ્યવસ્થાના લીરા ઉડ્યા હત્યા ફાયરીંગ ખંડણીથી જિલ્લો ધ્રુજી ઉઠ્યો પોલીસની ધાક ઓસરી!!
મોરબી જિલ્લામાં તાજેતરમાં બે ફાયરીંગ એક હત્યા બે ખંડણી જેવા ગુનાહિત બનાવોથી ફરી કાયદો વ્યવસ્થા કથળ્યા જેવો તાલ જિલ્લામાં કડક પોલીસ અધિકારી મુકવાની માંગ ઉઠી
મોરબી જિલ્લો બન્યા બાદ સીરામીક નગરી તરીકે સમ્રગ વિશ્વમાં સારી નામના ઉભી કરી વહેપાર જગતમાં ઉજળુ નામ બનાવી સારી ઓળખ ઉભી કરેલ છે પરંતુ ઓળખ અને છાપને થોડા વર્ષોથી મોરબીને જાણે ગુનેગારોનુ ગ્રહણ લાગ્યું હોય તેમ મોરબી જિલ્લામાં ફરી ગુન્હાખોરીનો ગ્રાફ સતત વધી રહ્યો હોય તેમ હત્યા ફાયરીંગ ખંડણી મારામારી છેડતી જેવા ગંભીર બનાવો બેખૌફ રીતે સામે આવી રહ્યા છે જે મોરબી જિલ્લા માટે ખુબજ ચિંતાનો વિષય છે તાજેતરમાં છેડતી બે ફાયરીંગ અને ગતરાત્રીએ યુવાનની ઘાતકી હત્યા તેમજ શહેરમાં છરી ઉડવાના બનાવવો આમ બની ગયા હોય તેમ ગુનેગારો બેખૌફ બની મચ્છરોને મારે તેમ માણસોને મારી ગુનેગારો ગુનાહિત ગંભીર ગુન્હાઓને અંજામ આપી શું પોલીસની ધાકનુ સુરસુરીયું કરી બેફામ બન્યા છે? તાજેતરમાં મોરબી જિલ્લામાં માળીયા પંથકમાં બે ફાયરીંગ મોરબી ઉધોગપતિનુ અપહરણ કરી ખંડણી માંગી તો બીજી તરફ જેલમાં બેઠા બેઠા ખંડણી માંગી પોલીસની આબરૂના લીરા ઉડાડ્યા હતા!! તે ખુબ જ શરમજનક બાબત છે જેથી મોરબીમાં ફરી સુરક્ષા ઉપર કાળચક્ર ફળી વળ્યું હોય તેમ જિલ્લામાં હત્યા લૂંટ,ચોરી,રેપ,છેડતી, ફાયરિંગ કરી લુખ્ખા આવારા તત્વોએ ભય ઉભો કરવા મેદાને પડ્યા હોય તેવો ઘાટ સર્જાયો છે જેમા ગતરાત્રીના જુના બસ સ્ટેન્ડ પાસે હિરેન ભટ્ટ નામના યુવાનની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતરી દેતા શહેરમાં સનસની મચી જવા પામી હતી જાણે શહેરમાં પોલીસનો ડર ના હોય તેમ આવારા તત્વો બેફામ બન્યા છે જેની ઉપર લગામ કસવી ખૂબ જ જરૂર છે પોલીસે કડક હાથે કાર્યવાહી કરી લુખ્ખા તત્વોને ડામવા કોઈ કડક પોલીસ અધિકારીની મોરબી જિલ્લામાં તાતી જરૂરિયાત છે જેથી મોરબી જિલ્લા કોંગ્રેસના મહામંત્રી મહેશ રાજ્યગુરુએ ગૃહ રાજ્યમંત્રીને પત્ર લખી જિલ્લામાં કડક અધિકારી મૂકવાની માંગ કરી છે અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી જિલ્લામાં કોઈ સિંઘમ છાપ ધરાવતા પોલીસ અધિકારીને મુકીને ગુનેગારો ગંભીર ઘટનાઓને અંજામ આપે તે પહેલા રોડે દોડાવે તેવા સિંઘમ પોલીસ અધિકારીને મુકવામાં આવે છે!!કે પછી વધતા ક્રાઈમને વધતો જ જોવા માંગે છે? તે આગામી સમયમાં જોવુ રહ્યું હાલ તો છેલ્લા થોડાક દિવસોથી મોરબી જિલ્લામાં હત્યા છેડતી ખંડણી જેવા બનાવો સામે આવ્યા છે જેથી મોરબી કોંગેસ મહામંત્રી મહેશ રાજ્યગુરૂએ આકરા પાણીએ રજુઆત કરીને મોરબીમાં શાંતિ ડહોળતા તત્વો ઉપર કાયદાનુ કડક શસ્ત્ર ઉગામી ગુનેગારોને તાબે કરવા માંગ કરી છે