મોરબી જેતપર પાવડીયારી જુનાદેવળીયા ધનાળા સહીતના વિસ્તારમાં ગાજવીજ સાથે ઝાપટા વરસ્યા
મોરબી જિલ્લામાં આજે બપોર બાદ વાતાવરણમાં અચાનક પલ્ટો આવતા જિલ્લામાં અનેક વિસ્તારમાં વિજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદી ઝાપટા વરસ્યા હતા હવામાન વિભાગની આગાહીના પગલે મોરબી જિલ્લામાં આજે બપોર બાદ મોરબી સહીત જિલ્લાના રંગપર જેતપર પાવડીયારી જુનાદેવળીયા ધનાળા સહીતના વિસ્તારમાં વિજળીના કડાકા ભડાકા સાથે માવઠાના કમોસમી જોરદાર વરસાદી ઝાપટા વરસ્યા હતા તેમજ માળીયાના વેજલપર ખાખરેચી સહીતના વિસ્તારમાં ગાજવીજ સાથે ઝરમર છાંટા પડ્યા હતા આમ ભરઉનાળે અષાઢી માહોલ જેવા વાતાવરણથી બપોરે બફારા બાદ સાંજના ૪ વાગ્યાની આસપાસ વરસાદી ઝાપટા વરસ્યા બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી તો બીજી બાજુ ખેડુતોના માથે ફરી માવઠાએ મુશ્કેલી ઉભી કરી જેવો તાલ સર્જાયો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા તા.૨૮ એપ્રિલથી ૪ મે સુધી માવઠાની આગાહી કરાઈ છે