મોરબી: મોરબી શનાળા રોડ જી.આઇ.ડી.સી.ના નાકા પાસે આવેલ શુંભ હોટલ વાળી શેરીમાંથી વિદેશી સિગારેટના જથ્થા સાથે એક ઈસમને મોરબી એસઓજી પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબી શનાળા રોડ જી.આઇ.ડી.સી.ના નાકા પાસે આવેલ શુંભ હોટલ વાળી શેરીમાં ધ્રૃવભાઈ ભુપેન્દ્રભાઈ મીરાણી (ઉ.વ.૨૪) રહે. શનાળા રોડ, શુભ હોટલવાળી શેરી અંકુર સોસાયટી, અંકુર પ્રોવિઝન સ્ટોરની સામે મોરબી વાળાએ પોતાના કબ્જામાં બીલ કે,આધાર વગર વિદેશી સીગારેટ DJARUM BLACK .પાકીટ નંગ-૧૦ તથા GUDANG GARAM સીગારેટ પેકેટ નંગ-૧૪૦ તથા ERINMORE FLAKE સીગારેટ પેકેટ નંગ-૫ તથા DAVIDOTT CLASSIC સીગારેટ નંગ-૧૮ મળી કુલ સીગારેટ પેકેટ નંગ ૧૬૯ ની કિ.રૂ. ૧૬,૯૦૦/- ની વિદેશી સીગારેટના બોકસ તથા પેકેટોની ઉપર આરોગ્ય વિષયક દેખીતા કોઇ ચેતવણી રૂપ શબ્દો કે ચિત્રો દોરેલા ન હોય, તેવો વિદેશી સીગારેટનો જથ્થો જાહેર જનતાને દેખાય તે રીતે વેચાણ કરવા અર્થે રાખેલ મળી આવતા મોરબી એસઓજી પોલીસે ધ્રૃવભાઈને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં સીગારેટ અને બીજી તમાકું ઉત્પાદન અધીનીયમ ૨૦૦૩ ની કલમ ૭ અને ૨૦ મુજબ ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.