Friday, January 10, 2025

હળવદ-ટીકર જુના ઘાંટીલાને જોડતા MDRB (વિલેજ બ્રીજ) પર વાહન વ્યવહાર બંધ કરવા માટે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું

Advertisement

મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં આવેલ માળીયા શાખા નહેરની સાંકળ ૯૭.૬૬૧ કિ.મી. પર આવેલ હળવદ-ટીકર જુના ઘાંટીલાને જોડતો MDRB (વિલેજ બ્રીજ) સ્ટ્રકચરની મરામત ન થાય ત્યાં સુધી વાહન વ્યવહાર બંધ કરવા જિલ્લા કલેક્ટરશ્રી જી.ટી. પંડ્યા દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. .

આ જાહેરનામા અનુસાર મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં આવેલ માળીયા શાખા નહેરની સાંકળ ૯૭.૬૬૧ કિ.મી. પર આવેલ હળવદ-ટીકર જુના ઘાંટીલાને જોડનો MDRB (વિલેજ બ્રીજ) ઉપરથી વાહનોની અવર-જવર ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ રસ્તાના વૈલ્પિક રસ્તા તરીકે નાળાથી ૬૦૦ મીટર દુર પૂર્વ તરફ નવી ટીકર તેમજ જુના ઘાંટીલા જવા માટેના બીજા રસ્તાનો ઉપયોગ કરવા તેમજ રીપેરીંગ વાળા નાળાથી ૬૦૦ મીટર દુર પશ્વિમ તરફ ટીકરથી નવા ઘાંટીલા જવાનો રસ્તો ઉપયોગ કરવા જણાવાયું છે.

આ હુકમનો ભંગ કરનાર ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૧૩૧ હેઠળ શિક્ષાને પાત્ર બનશે. આ જાહેરનામું તા. ૩૦ ઓક્ટબર સુધી અમલી રહેશે.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW