Friday, January 10, 2025

અણયારી ટોલાનાકા પાસેથી ટ્રકમાં ચોરખાનું બનાવી લઈ જવાતા ઇંગ્લીશ દારૂની ૭૨૧ બોટલ સાથે એક શખ્સને પકડી પાડતી મોરબી LCB

Advertisement

એલસીબી પીઆઈ ડી એમ ઢોલ ની ટીમ નો સપાટો બુટલેગરોમાં ફફડાટ

મોરબી જિલ્લા પોલીસવડા રાહુલ ત્રિપાઠી એ મોરબી જિલ્લામાં પ્રોહી-જુગારની બદી સદંતર નાબુદ કરવા સુચના કરેલ હોય જેથી એલસીબી પીઆઈ ડી.એમ.ઢોલ ની સુચના તેમજ માર્ગદર્શન મુજબ પીએસઆઇ એન.એચ.ચુડાસમા અને પેરોલ ફર્લો સ્ટાફ માળીયા મિયાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય ત્યારે અણીયારી ટોલટેક્ષ ખાતે વાહન ચેકીંગની કામગીરી કરતા હતા. તે દરમિયાન એ.એસ.આઇ. રામભાઇ મંઢ પો.હેડ કોન્સ. નિરવભાઇ મકવાણા, તથા પો.કોન્સ. ભગીરથસિંહ ઝાલા, વિક્રમભાઇ રાઠોડને સયુંકતમાં ખાનગી બાતમીરાહે હકિકત મળેલ કે, અમદાવાદ તરફથી એક ટાટા ટ્રક નંબર- GJ-12-B-7831 વાળી ગાંધીધામ તરફ જનાર છે. જે ટ્રકમાં ચોરખાનુ બનાવી તેમાં ગે.કા. રીતે ભારતીય બનાવટનો ઇંગ્લીશદારૂનો જથ્થો સંતાડી હેરાફેરી કરે છે. અને ગાડીમાં બીજો કોઇ જ લોડીંગનો સામાન ભરેલ નથી. તેવી સચોટ હકિકત આધારે અમદાવાદ ગાંધીધામ હાઇવે રોડ ઉપર અણયારી ટોલનાકા પાસે ટ્રકની વોંચ ગોઠવતા ઉપરોકત ટ્રકમાંથી નીચે જણાવેલ ઇંગ્લીશ દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલોનો જથ્થો તથા અન્ય મુદામાલ મળી આવતા એક ઇસમને પકડી પાડી માળીયા મીયાણા પો.સ્ટે. ખાતે પ્રોહીબીશન ધારા તળે ગુનો રજિસ્ટર કરાવી મોરબી એલસીબી

પકડાયેલ આરોપીનું નામ સરનામ

૧. હનુમાનરામ ક્રિષ્નારામ મુલતાનારામ ઢાકા રહે.નેડીનાડી તા. ધોરીમન્ના જી. બાડમેર રાજસ્થાન

પકડવાના બાકી આરોપીનુ નામ સરનામુ

૧. ટ્રક નંબર GJ-12-BZ-7831 વાળાના માલીક તથા માલ મોકનાર:- જીતેન્દ્રસિંહ રાઠોડ રહે.જોઘપુર (રાજસ્થાન)

કબ્જે કરેલ મુદામાલની વિગત

(૧) એન્ટીકુટી બ્લુ પ્લેટીનીયમ વ્હીસ્કી ૭૫૦ મી.લી.ની કાચની બોટલો નંગ- ૨૮ કી.રૂ. ૨૩,૮૦૦/-
(૨) બ્લેન્ડર પ્રાઇડ પ્રીમીયમ વ્હીસ્કી ૭૫૦ મી.લી.ની બોટલો નંગ-૩૪ કિ.રૂ.૨૮,૯૦૦/-
(૩) સિગ્નેચર રેર વ્હીસ્કીની ૭૫૦ મી.લી.ની બોટલો નંગ- ૩૫ કી.રૂ. ૨૮,૭૦૦/-
(૪) ગ્રીન લેબલ વ્હીસ્કી ૭૫૦ મી.લી.ની બોટલો નંગ- ૬૨૪ કી.રૂ. ૨,૧૨,૧૬૦/-
(૫) ટાટા ટ્રક રજી. નં. GJ-12-B2-7831 કિ.રૂ.૧૦,૦૦,૦૦૦/-
(૬) એન્ડ્રોઇડ મોબાઇલ ફોન-૦૧ કિ.રૂ.૫,૦૦૦/- મળી એમ બોટલો નંગ-૭૨૧ પેટીઓ નંગ-૬૦ ની કી.રૂ.૨,૮૭,૫૮૦/- તથા અન્ય મુદામાલ મળી કુલ કી.રૂ. ૧૨,૯૮,૫૬૦/- નો મુદામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ પોલીસ દ્વાર હાથ ધરાઈ

કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી

ડી.એમ.ઢોલ (પીઆઈ) PSI એન.એચ. ચુડાસમા, કે.એચ.ભોચીયા તથા એ.ડી.જાડેજા તથા એલ.સી.બી. પેરોલ ફર્લો સ્કવોડ તથા ટેકનીકલ ટીમ મોરબીનો સ્ટાફ કામગીરીમાં જોડાયેલ હતો

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW