Saturday, March 15, 2025

મોરબી ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ અધ્યક્ષસ્થાને પીએમ જનમન યોજના કાર્યક્રમ યોજાયો

Advertisement

ઉપસ્થિત સૌએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું વર્ચ્યુઅલ સંબોધન નિહાળ્યું

મોરબી ખાતે પીએમ જનમન યોજના અન્વયે વર્ચ્યુઅલ માધયમથી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો લાભાર્થીઓ સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. ઉલ્લેખનીય છે કે, માનનીય પ્રધાનમંત્રી દ્વારા ૧૫મી નવેમ્બર, ૨૦૨૩ના રોજ પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહા અભિયાન (PM-JANMAN) જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારે મોરબી જિલ્લામાં મામલતદાર કચેરી મોરબી(શહેર) એન.સી.સી. કમ્પાઉન્ડ, વેજીટેબલ રોડ, મોરબી ખાતે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હંસાબેન પારેઘીના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં ઉપસ્થિતોએ પ્રધાનમંત્રીશ્રીનું લાઈવ સંબોધન નિહાળ્યું હતું.

આ પ્રસંગે કાર્યક્રમના અધ્યક્ષ હંસાબેન પારેઘીએ આદિમજુથ સમુદાયોના સર્વાગી વિકાસ માટે “પ્રઘાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહા અભિયાન (PM-JANMAN) અંતર્ગત આદિમજુથ સમુદાયને વિવિધ યોજનાઓ હેઠળ સાંકળી લેવા સરકાર દ્વારા અથાગ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આદિમજુથ સમુદાયના વિકાસ માટે કેન્દ્ર સરકાર તેમજ ગુજરાત સરકાર દ્રારા કરવામાં આવેલ કામગીરીનું વિસ્તૃત વર્ણન પણ તેમણે કર્યુ હતું. ઉપરાંત તેમણે ઉપસ્થિત આદિમજુથના લોકોને આરોગ્ય ચકાસણી કેમ્પો, આધારકાર્ડ, આયુષ્યમાન કાર્ડ, PM કિસાન સમ્માન નિઘિ, કિસાન ક્રેડીટ કાર્ડ, PM જનઘન યોજના અંતર્ગત બેંક ખાતા ખોલવા, PM માતૃવંદના યોજના તેમજ અનુસુચિત જનજાતિ પ્રમાણ૫ત્ર તથા આદીમજુથના કુટુંબોને રેશનકાર્ડ વગેરે યોજનાઓનો લાભ લેવા માટે અપીલ કરી હતી.

આ કાર્યક્રમમાં અંતર્ગત લાભાર્થીઓને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, જાતી પ્રમાણપત્ર, પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજના, પ્રધાનમંત્રી ગરીબ ક્લ્યાણ અન્ન યોજના, પ્રધાનમંત્રી જન ધન યોજના સહિતની યોજનાના લાભાર્થીઓએ આ યોજનાઓથી તેમને થયેલ લાભ અને તેના કારણે તેમની જિંદગીમાં આવેલ હકારાત્મક પરિવર્તનની વાત લાગણીસભર શૈલીમાં રજૂ કરી હતી.

આ તકે PMJAY કાર્ડ, જાતી પ્રમાણપત્ર, પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજના સહિતની યોજનાના લાભાર્થીઓને વિવિધ સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. લાભાર્થીઓનું સીકલસેલ સ્ક્રીનીંગ કરવામાં આવ્યું હતું.

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW