ભારતના 75 માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી નિમિત્તે માધાપર ગામમાં રામજી મંદિર ખાતે ભારતમાતાના પૂજન કાર્યક્રમમાં બહેનો આરતીની થાળી તૈયાર કરીને લાવેલા, કાર્યક્ર્મની શરુઆત અમૃતવચન, વ્યક્તિગીત અને વક્તાશ્રીનું વક્તવ્ય રાખવામાં આવ્યું હતું. ત્યારબાદ ભારતમાતાની આરતી અને પૂજન કર્યા બાદ ઉપસ્થિત દરેક ગ્રામજનોએ સંકલ્પ લીધો અને પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતું.