મોરબી: મોરબીના હીરાસરી માર્ગ ઉપર મેલડી માતાજીના મંદિર પાસે ગટરનું ઢાંકણું છેલ્લા ત્રણ મહિનાથી ગાયબ છે તેથી આ ગટરનું ઢાંકણું કોઈ અકસ્માત થાય તે પહેલાં ફીટ કરાવમાં આવે તેવી ઈન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી બાવરવાએ મોરબી જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી માંગ કરી છે.
મોરબીના રવાપર રોડ પરથી અવની ચોક્કડી ને જોડતો હીરાસરી માર્ગ ઉપર મેલડી માતાજીનું મંદિર આવેલું છે. આ મંદિરની બાજુમાં આવેલ ગટરનું ઢાંકણું છેલ્લા ત્રણ મહિનાથી ગાયબ છે. આ રોડ પરથી આ વોર્ડના કોર્પોરેટર પણ અવાર નવાર પસાર થાય હોય છે.તેમ છતા આ ગટરનું ઢકાણું ફીટ કરવામાં આવી રહ્યું નથી. તો શું? નગરપાલિકા કોઈ અસ્ક્માત થાય તેની રાહ જોઈ રહી છે.? તેથી આ ગટરનું ઢાંકણું તાત્કાલિક નવુ નાખી ફીટ કરવામાં આવે તેવી ઈન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી બાવરવાએ કલેકટરને રજૂઆત કરી માંગ કરી છે.