મોરબી ટ્રાફિક પોલીસે હાઈવે પર સર્પાકાર ટ્રક ચલાવનાર ડ્રાઈવરને શોધીને કાયદાનું ભાન કરાવ્યું
મોરબી માળીયા હાઈવે પર સર્પાકાર ટ્રક ચલાવી હાઈવે પર અન્ય વાહનો ચાલકો માટે જોખમ ઉભું કરનાર ટ્રક ચાલકનો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ વીડિયો બાદ મોરબી ગૌરવ સમાચાર ન્યુઝ દ્વારા સમાચાર પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા જેથી મોરબી ટ્રાફીક પોલીસ તુરંત હરકતમાં આવી ટ્રકનો કબજે લઇને ડ્રાઈવરની શોધખોળ આદરી હતી જે ડ્રાઈવરની શોધખોળના અંતે કચ્છ માંડવીનો હોવાનો તપાસમાં ખુલતા મોરબી ટ્રાફિક પોલીસે તેને ઝડપીને કાયદાનું ભાન કરાવ્યું છે જાણવા મળતી વિગત મુજબ ગત શુક્રવારના રોજ મોરબી ગૌરવ સમાચાર ન્યુઝ દ્વારા એક ટ્રક ચાલક મોરબી માળીયા હાઇવે ઉપર સર્પાકાર રીતે પોતાના હવાલા વાળા ટ્રકને ચલાવી હાઈવે પર અન્ય વાહન ચાલકોની સાથે રાહદારીઓની જીંદગી જોખમમાં નાખી ડ્રાઇવિંગ કરી રહ્યો હોય બાદમાં ખુદ ટ્રક જ પલ્ટી મારી ગયાનો અહેવાલ પ્રસિદ્ધિ થતાની સાથે મોરબી ટ્રાફિક પોલીસ તુરંત હરકતમાં આવી હતી ! જેથી મોરબી ટ્રાફિક પોલીસના પીઆઈ કે.એમ.છાસીયાની સુચનાથી ટ્રાફીક શાખાના એ.એસ.આઇ જે.ડી.મીયાત્રા, પો.હેડ.કોન્સ મહેશકુમાર ગઢવી સહીતનાઓએ વિડિયોની ખરાઈ કરતા મોરબી માળીયા નેશનલ હાઇવે ઉપર આવેલા હરીપર(કે) ગામના પાટીયા પાસે એક ટ્રકનો ચાલક પોતાના હવાલાવાળો ટ્રક પુરઝડપે અને બેફીકરાઇથી કાવા મારી આડો અવડો ચલાવીને પોતાની અને અન્ય માણસોની જીંદગી જોખમાય તે રીતે હાઇવે રોડ ઉપર નીકળેલ હોવાનુ વિડીયોમાં જોવા મળતા જે વિડીયોમાં વાહનના ટ્રક નંબર રજી GJ-12-AW-0117 વાળા હોવાનું જણાય આવતા જેના આધારે તુરત જ રજી.નંબરવાળા વાહનની e.GujCopમાં સર્ચ કરી ડીટેઇલ મેળવી સદરહુ ટ્રકના રજી નંબર- GJ-12-AW-0117 સાથે શોધી કાઢી પુછપરછ કરતા પોતે ગુન્હાની કબુલાત આપતા ટ્રક ચાલકને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરાવી ટ્રાફિક પોલીસે પકડેલા ટ્રક ચાલક સતારભાઇ કાસમભાઇ સમા ઉ.વ.૪૬ ધંધો-ડ્રાઇવિંગ રહે-મઉમોટી મફતનગર તા-માંડવી જી-ભુજ (કચ્છ) વાળાને કાયદાનું ભાન કરાવ્યું હતું