Friday, January 24, 2025

મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા વવાણીયા ગામે સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો

Advertisement

તારીખ 5મી જાન્યુઆરી 2025 ના રોજ મોરબી જિલા આહિર કર્મચારી મંડળ દ્વારા 15 મો કર્મચારી સ્નેહ મિલન સમારોહ માતૃશ્રી રામબાઈમા ધામ વવાણીયા ખાતે યોજાયો હતો.
જેમાં મોરબી જિલ્લામાં વસતા તમામ આહીર કર્મચારીઓ પરિવાર સાથે બહોળી સંખ્યામાં જોડાયા. આ કાર્યક્રમમાં કે.જી.થી માંડીને ધોરણ 10 સુધીના તમામ બાળકો માટે વિવિધ દેશી રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. રમતગમતમાં ભાગ લીધેલા તમામ બાળકોને મોરબી જિલ્લા આહિર કર્મચારી મંડળ તેમજ માતૃશ્રી રામબાઈ માં મંદિર ટ્રસ્ટ દ્વારા વિવિધ ઇનામો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.તેમજ દ્વારિકા ખાતે મહાબાળ સંમેલન યોજાયું જેમાં મોરબી જિલ્લામાંથી ભાગ લીધેલા તમામ બાળકોને મોરબી જિલ્લા આહિર કર્મચારી મંડળ તેમજ માતૃશ્રી રામબાઈ માં મંદિર ટ્રસ્ટ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા.
માતૃશ્રી રામબાઈ માં ની જગ્યાના સંત શ્રી પ્રભુદાસ બાપુ તેમજ માતૃશ્રીરામબાઈ મા ની જગ્યાના પ્રમુખ જશુભાઈ હરિભાઈ રાઠોડ તથા મોરબી તાલુકા વિકાસ અધિકારી પીઠાભાઈ ડાંગર તથા PGVCL ડેપ્યુટી એન્જિનિયર નરસંગભાઈ હુંબલ તથા માળિયા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શર્મિલાબેન હુંબલ તથા મોરબી તાલુકા કેળવણી નિરીક્ષક અશ્વિનભાઈ રાઠોડ વગેરે ની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો . આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મોરબી જિલ્લા આહિર કર્મચારી મંડળના પ્રમુખ દિનેશભાઈ હુંબલ તેમજ મંત્રી મયુરભાઈ ગજીયા સાથે સમગ્ર કારોબારી ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.
સ્વાગત પ્રવચન મયુરભાઈ ગજીયા દ્વારા કરવામાં આવ્યું હતું. અજયભાઈ ડાંગર દ્વારા મંડળની રૂપરેખાઓ પ્રગટ કરવામાં આવી હતી. માતૃશ્રી રામબાઈ મા ની જગ્યાના ટ્રસ્ટી એવા રાવતભાઈ કાનગડ દ્વારા માતૃશ્રી રામબાઈ માં ની જગ્યાની કામગીરી વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ચંદુભાઈ હુંબલ અને પીઠાભાઈ ડાંગર દ્વારા પ્રાસંગિક પ્રવચનો આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે નીચે મુજબના દાતાઓએ આર્થિક સહયોગ આપ્યો હતો.
1. ચંદુભાઈ ઉગા ભાઈ હુંબલ આજીવન દાતા
2. જીવણભાઈ સાધાભાઈ ડાંગર આજીવન દાતા
3. અરવિંદભાઈ રવાભાઈ બોરીચા આજીવન દાતા
4. નારણભાઈ સવજીભાઈ બાલસરા આજીવન દાતા
5. ભરતભાઈ પરબતભાઈ મિયાત્રા આજીવન દાતા
6. ધીરુભાઈ બચુભાઈ મિયાત્રા 2025 ના દાતા
7. ભવાનભાઈ બીજલભાઇ બરારીયા 2025 ના દાતા
8. ભગવાનજીભાઈ આઈદાનભાઈ કુંભારવાડીયા 2025 ના દાતા
9. ભાનુભાઈ પોલાભાઈ બાલસરા 2025 ના દાતા
10. વિજયભાઈ પોલાભાઈ કાનગઢ 2025 ના દાતા
11. વિજયભાઈ લખમણભાઈ હુંબલ 2025 ના દાતા
12. રમેશભાઈ ગોવિંદભાઈ હુંબલ 2025 ના દાતા
13. મયુરભાઈ મોહનભાઈ ગજીયા 2025 ના દાતા
14. અજયભાઈ મેરામભાઇ ડાંગર 2025 ના દાતા
15. પરેશભાઈ ભલુભાઈ મિયાત્રા 2025 ના દાતા
16. અમિતભાઈ મૂળુભાઈ ખાંભરા 2025 ના દાતા તરીકે આર્થિક યોગદાન આપ્યું હતું.તમામ દાતાઓ ને મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા.તેમજ મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા માતૃશ્રી રામબાઈ માં ની જગ્યામાં 85 હજાર રૂપિયાનું અનુદાન આપવામાં આવ્યું. મોરબી જિલ્લા આહિર કર્મચારી મંડળના સહમંત્રી એવા રમેશભાઈ છૈયા દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી તેમજ આ મંડળના સહમંત્રી એવા રાજેશભાઈ મંઢ દ્વારા સમગ્ર કાર્યક્રમનું સ્ટેજ સંચાલન કરવામાં આવ્યું હતું.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW