Saturday, March 7, 2026

મોરબી મહાનગરપાલિકાના અગ્નિશમનશાખા દ્વારા નેશનલ ફાયર સર્વિસ દિવસ નિમિતે શહીદ વીર જવાનોને શ્રદ્ધાંજલિ પાઠવી

Advertisement
Advertisement
Advertisement

મોરબી મહાનગરપાલિકાના અગ્નિશમનશાખા દ્વારા નેશનલ ફાયર સર્વિસ દિવસ નિમિતે શહીદ વીર જવાનોને શ્રદ્ધાંજલિ પાઠવી

મોરબી મહાનગરપાલિકાની અગ્નિશમન શાખા દ્વારા તા.૦૮/૦૪/૨૦૨૫ થી ૧૪/૦૪/૨૦૨૫ સુધી કમિશનર ના આદેશ અન્વયે મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ હોસ્પિટલો પૈકી ૬ હોસ્પિટલમાં ૩૧ હેલ્થ કેર સ્ટાફને તથા સ્કૂલો પૈકી ૨ સ્કુલમાં ૧૩૦ વિદ્યાર્થી તથા સ્ટાફને ફાયર પ્રિવેન્શનની ટ્રેનિંગ પ્રિવેન્શનને લગતી સૂચનો અને જરૂરી સમજુતી આપવામાં આવી. વધુમાં મોરબી જીલ્લામાં ૧૧ આગના બનાવ બનેલ જેમાં ફાયર બ્રિગેડ સ્ટાફ દ્વારા તાત્કાલિક બનાવના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવામાં આવેલ તેમજ તા. ૧૪/૦૪/૨૦૨૫ સોમવારના રોજ નેશનલ ફાયર સર્વિસ દિવસ નિમિતે મોરબી મહાનગરપાલિકાના ફાયર સ્ટેશન ખાતે શહીદ વીરો ને શ્રદ્ધાંજલિ આપવામાં આવી.

ફાયર ટ્રેનિંગ અને ફાયર પ્રિવેન્શનનો મુખ્ય ઉદેશ્ય મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ હોસ્પિટલ/સ્કુલ તથા કોલેજો, હોટલોમાં ફાયર સેફટી વિષે માહિતગાર કરવા, ફાયર સાધનોનો યોગ્ય ઉપયોગ કરવા તેમજ કોઈ પણ ઈમરજન્સી વખતે તાત્કાલિક ધોરણે અગ્નિશમન શાખાનો સંપર્ક કરી નાની-મોટી દુર્ઘટના અથવા કોઈ જાન-હાનિ કે પછી કોઈ મોટી આપદા ને નિવારી શકાય અને જાન-માલને બચાવી શકાય તે છે.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW