૪૨° ડિગ્રીમાં બાજી બગડી..!! ખાખરેચી ગામે રહેણાંક મકાનમાં ધમધમતા જુગાર ઉપર માળીયા પોલીસ ત્રાટકી

Advertisement
Advertisement
Advertisement

(અહેવાલ: મયંક દેવમુરારી)

આઠ પત્તાપ્રેમી રૂ.૬૭ હજારથી વધુના મુદામાલ સાથે જુગાર રમતા ઝડપાયા

પોલીસ ઇન્સ્પેકટર આર.સી.ગોહિલ માળીયા મીંયાણા પોલીસ સ્ટેશન ના સીધા માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ. ડી. કે. જાડેજા આ.પો.માં ફરજ બજાવતા પોલીસ કોન્સ. રાજેન્દ્રસિંહ સોલંકી તથા મુમાભાઇ કલોત્રા ને સંયુકતરાહે મળેલ બાતમી હકીકત આધારે માળીયા (મિ) તાલુકાના ખાખરેચી ગામે જયેન્દ્રસિંહ ભુરૂભા જાડેજાના રહેણાંક મકાને જુગાર અંગે રેઇડ કરતા રેઇડ દરમ્યાન ૦૭ ઇસમો તથા તપાસ દરમ્યાન મકાન માલીક એમ કુલ-૦૮ ઇસમોને અટક કરી કાયદેસર કાર્યવાહી કરેલ છે.

– આરોપી :-

1. સુરેશભાઇ જગજીવનભાઈ પારેજીયા/ રહે. ખાખરેચી, તા.માળીયા (મિં), જી.મોરબી

2. દિનેશભાઇ લખમણભાઇ વરસડા/ રહે. અણીયારી, તા.જી.મોરબી

3. ચેતનભાઈ કાંતિલાલ પારેજીયા/ રહે. રવાપર ઘુનડા રોડ, બાલાજી ફલેટ નં.૪, મોરબી

4. મનસુખભાઇ મુળજીભાઇ હુલાણી/ રહે. ખાખરેચી, તા.માળીયા (ર્મિ), જી. મોરબી

5. પ્રવિણભાઇ પ્રભુભાઈ કાલરીયા/ રહે. રોહિશાળા, તા.માળીયા (મિં), જી.મોરબી

6. કમલેશભાઇ ભાણજીભાઈ માકાસણા/ રહે. ખાખરેચી, તા. માળીયા (મિ), જી.મોરબી

7. જીતુભાઇ ધીરજભાઈ પારેજીયા/ રહે. રવાપર રોડ, ગજાનંદ સોસાયટી, ફલેટ નં.૩૦૨, તા.જી.મોરબી

8. જયેન્દ્રસિંહ ભુરૂભા જાડેજા/ રહે, ખાખરેચી, તા. માળીયા (મિં), જી.મોરબી

– કબ્જે કરેલ મુદામાલ :- ગેજીપત્તાના પાના નંગ-૫૨ તથા રોકડ રકમ રૂ.૬૭,૭૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરેલ છે.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW