હર ઘર તિરંગા-હર ઘર સ્વચ્છતા અંતર્ગત મોરબી મહાનગરપાલિકા દ્વારા આજરોજ પંચાસર મેઇન રોડ તેમજ શનાળા ગામ ખાતે સ્વચ્છતા ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલ. આ ડ્રાઈવમાં ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, કમિશ્નર, ડેપ્યુટી કમિશ્નર, મોરબી મહાનગરપાલિકા સ્ટાફ, વિવિધ NGOs તથા નગરજનો મળી કુલ 300 લોકો આ સ્વચ્છતા ડ્રાઈવમાં જોડાયેલ. સદરહુ સ્વચ્છતા ડ્રાઈવમાં ૨ JCB, ૧ લોડર તથા ૯ ટ્રેક્ટર દ્વારા અંદાજિત ૩૬ ટન કચરાનો નિકાલ કરવામાં આવેલ. તથા વૃક્ષારોપણ તથા દબાણ દુર કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલ.
આ ઉપરાંત મોરબી મહાનગરપાલિકા દ્વારા શનાળા ગામ ખાતે સ્વચ્છતા ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલ. સદરહુ ડ્રાઈવમાં મોરબી મહાનગરપાલિકા સ્ટાફ, NGOs તથા નગરજનો એમ કુલ ૬૫ લોકો દ્વારા અંદાજિત ૧૨ ટન કચરાનો નિકાલ કરવામાં આવેલ.
મોરબી મહાનગરપાલિકા દ્વારા તમામ નગરજનોને અનુરોધ કરવામાં આવે છે કે તેઓ જાહેર માર્ગો અથવા GVP પોઈન્ટ પર કચરો ન ફેંકે અને “ડોર ટુ ડોર” કચરો કલેક્શન સેવાનો ઉપયોગ કરે.




