મોરબી પીજીવીસીએલ દ્વારા ઉતરાયણ પર્વને ધ્યાનમાં રાખીને જાહેર જનતા જોગ અગત્યનો સંદેશ

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

પીજીવીસીએલ, કચેરી મોરબી દ્વારા પતંગ મહોત્સવ ને ધ્યાને રાખીને અધિક્ષક ઈજનેર, ડી.આર. ઘાડિયા દ્વારા નીચે મુજબ ના સુચનો જાહેર જનતા ના હિત માટે એક નમ્ર અપીલ કરવામાં આવે છે. જે અંતર્ગત

ખુલ્લા વીજળીના તારને અડકશો નહિ, તાર ઉપર ચડેલ પતંગ લેવા લંગર નાખશો નહિ આ રીતે લંગર નાખીને ખેંચવાથી વીજળીના તાર ભેગા થઈ મોટા ભડાકા થી તાર તૂટી જવાની ભીતી રહે છે.

તેમજ વીજ વપરાશ ના સાધનો, ઉપકરણો બળી જવાની સંભાવના રહેલી છે. ઘરની આજુ-બાજુ કે કોઇપણ જગ્યાએ થાંભલા કે વીજળીના તારમાં અટવાયેલા પતંગ લેવા માટે લાકડી કે લોખંડના સળીયા વડે તેને કાઢવાની કે ત્યાં ચડવાનો પ્રયાસ કરશો નહીં.

ધાતુના તાર બાંધીને પતંગ ન ઉડાડવા કારણ કે ધાતુના તાર વીજળીનો આંચકો લાગવાની અને અકસ્માત સર્જવાની સંભાવના રહે છે.

મેગ્નેટિક ટેપ, સિન્થેટીક દોરી કે વીજ વાહક માંજા તથા અન્ય વાયરોનો ઉપયોગ ન કરવો, કેમકે તેનાથી પાવર લાઈન કપાઈ જવાનો ભય સેવાય છે જેને લીધે અંધારપટ છવાઈ જવાની તેમજ વીજ અકસ્માત થવાની શક્યતા રહે છે.

વીજળીના તૂટેલા તારથી દૂર રહો. નજીકના વાયર પર વીજ કરંટ ઉતરતો હોય તો તે બાબતની ફરિયાદ પીજીવીસીએલ ની સલંગ્ન પેટા વિભાગીય કચેરી ઉપર રૂબરૂમાં અથવા ટેલિફોનિક દ્વારા તુરંત જ આપો.

આ ઉપરાંત વીજ અંગેની કોઇપણ ફરિયાદ માટે ટોલ ફ્રી નં. 1800 233 155 333 અથવા 19122 પર ફોન કરવા નમ્ર વિનંતી.

વધુ માં, પતંગ મહોત્સવ ૨૦૨૬ અંતર્ગત કોઈ જાન હાની નો સામનો ન કરવો પડે તેમજ સમસ્યા ન થાય તે હેતુ થી પીજીવીસીએલ મોરબી દ્વારા વિસ્તાર વાઈઝ પેટા વિભાગીય કચેરીઓ ની યાદી તેમજ ફોલ્ટ સેન્ટર ના સંપર્ક નંબર જણાવેલ છે. જે જાહેર જનતા ની નમ્ર જાન સારું.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW