ઘરેથી નીકળી ગયેલ મહિલા નું પરિવાર સાથે મોરબી અભિયમ ટીમે કરાવ્યું મિલન

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

ઘરેથી નીકળી ગયેલ મહિલા નું તેમના પરિવાર સાથે મિલન કરાવતી મોરબી અભિયમ ટીમ

મહિલાઓ મદદ માટે સતત રાત દિવસ કાયૅરત રહેતી ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન સેવા ખરેખર બહેનો માટે આશીર્વાદરૂપ રહી છે

આજ રોજ તારીખ:-૦૪/૦૨/૨૦૨૬ ના રોજ જાગૃત નાગરિક દ્વારા ૧૮૧ માં કોલ કરવામાં આવેલ કે મોરબી માધાપર પાસે રસ્તામાં એક મહિલા મળી આવેલા હોય મહિલા સરખું સરનામું પણ આપતા નથી અને કાંઈ પણ બોલતા નથી મહિલા ગભરાયેલી હાલતમાં છે અને ચિંતામાં છે માટે મહિલા ની મદદ માટે ૧૮૧ અભયમ ટીમની મદદ ની જરૂર છે

જેના પગલે ફરજ પરના ૧૮૧ ટીમના કાઉન્સેલર જાગૃતિ ભુવા મહિલા કોન્સ્ટેબલ રમીલાબેન તેમજ પાયલોટ મહેશભાઈ પરમાર ઘટના સ્થળે મહિલા ની મદદ માટે પહોંચ્યા હતા મહિલાને ત્યાંના લોકોએ સુરક્ષિત રીતે બેસાડેલા હતાં સૌપ્રથમ મહિલા ને સાંત્વના આપવામાં આવી તેમજ ૧૮૧ ટીમ દ્વારા મહિલા સાથે વાતચીત કરી અને પ્રાથમિક માહિતી મેળવવાનો પ્રયત્ન કર્યો

ત્યારબાદ મહિલાનું ખુબ જ સંવેદનશીલતા પૃવૅક કાઉન્સિલીગ કર્યું કાઉન્સિલીગ દરમિયાન મહિલા એ પોતાની મનોવ્યથા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે હાલ હું ધંધુકાથી મારા બહેનના ઘરે થી આવી છું મારા બે લગ્ન થયાં છે પેલાં લગ્ન થયાં હતાં ત્યાંથી મારા છુટાછેડા થઇ ગયા છે અને બીજા મારા લવ મેરેજ થયાં હતાં ત્યાં મારા પતિ છેલ્લા એક મહિનાથી મૃત્યુ પામ્યા છે મારા માતા પિતા કે ભાઈ કોઈ નથી મારે ત્રણ બહેનો છે જ્યારથી મારા પતિ મૃત્યુ પામ્યા ત્યારથી હું મારી બધી બહેનોનાં ઘરે થોડા થોડા દિવસો રહું છું હાલ મારી બહેન ના ઘરે ધંધુકા રહેતી હતી ધંધુકા થી મારા બહેનના ઘરેથી કોઈને પણ જાણ કર્યા વગર હું બસમાં બેસી ને મોરબી આવી ગયી છું મારી બીજી બહેન વાંકાનેર રહેતી હોય માટે મારે એમના ઘરે જાઉં હોય પરંતુ અંધારું થઈ ગયું હોય તેથી મને રસ્તો મળતો ન હોય માટે રસ્તામાં એકલી બેઠી છું.

ત્યારબાદ ૧૮૧ ટીમ દ્વારા મહિલાને આશ્વાશન આપવામાં આવેલ અને મહિલાને સમજાવેલ કે આવી રીતના રાત્રીના સમયે ક્યારેય પણ ઘરેથી ન નીકળી જવા બાબતે લાંબી સમજાવટ આપવામાં આવેલ ત્યારબાદ ૧૮૧ ટીમ દ્વારા તેમનાં બહેનનું સરનામું પુછેલ અને તેમનો કોન્ટેક્ટ નંબર મેળવેલ તેમજ ચોક્કસ માહિતી મેળવવા માટે આધાર પુરાવા માંગેલ પુરાવા યોગ્ય લાગતા મહિલા ના બહેન અને બનેવી સાથે વાતચીત કરેલ અને તેમના ઘરે ગયેલ તેમના બહેન અને બનેવી એ જણાવ્યું કે મહિલાના પતિ જ્યારથી મૃત્યુ પામ્યા ત્યારથી મહિલા ઘરેથી નીકળી જાય છે અને છેલ્લા એક મહિનાથી બધી બહેનોનાં ઘરે થોડા થોડા દિવસો રહે છે મહિલા સવારના ઘરેથી નીકળી ગયેલ હોય મહિલા ને ગોતવા માટે ઘણા પ્રયત્નો કર્યા પરંતુ મહિલા મળેલ ન હોય.

ત્યારબાદ ટીમ દ્વારા સલાહ સુચન અને માગૅદશૅન આપેલ પોલીસ સ્ટેશન વિશે કાયદાકીય માહિતી આપવામાં આવેલ મહિલા ના બહેન બનેવી ને મહિલા નું ધ્યાન રાખવા જણાવેલ.

આમ મહિલા રાજી ખુશીથી તેમના બહેન બનેવી સાથે રહેવા જણાવેલ માટે મહિલા ને સહી સલામત તેમના બહેન બનેવી નાં ઘરે સોંપવામાં આવેલા હોય જેને લઈ તેમના બહેન બનેવી એ ટીમનો આભાર વ્યક્ત કર્યો છે

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW