યુદ્ધની અસર મોરબી સિરામિક ઉદ્યોગ પર: ઉદ્યોગ બંધ થવાના આરે?

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

(અહેવાલ: મયંક દેવમુરારી)

ઇઝરાયેલ–અમેરિકા અને ઇરાન વચ્ચેના તણાવની સીધી અસર મોરબીમાં દેખાઈ

મોરબી, જે વિશ્વનો બીજા નંબરનો સિરામિક ઉત્પાદન હબ તરીકે ઓળખાય છે, ત્યાં હાલ યુદ્ધની પરિસ્થિતિની ગંભીર અસર વર્તાઈ રહી છે. Israel – United States અને Iran વચ્ચે વધતા તણાવને કારણે ગેસ સપ્લાય ચેઇન પર અસર પડી છે, જેના કારણે મોરબીનો સિરામિક ઉદ્યોગ સંકટમાં મુકાયો છે.

મોરબીના મોટાભાગના સિરામિક કારખાનાઓ પ્રોપેન ગેસ પર આધારિત છે. હાલ અંદાજે 70 ટકા ફેક્ટરીઓ પ્રોપેન ગેસથી સંચાલિત થાય છે, પરંતુ સપ્લાય બંધ થવાના કારણે ઉત્પાદન પ્રક્રિયા ખોરવાઈ છે.

સાથે જ ગુજરાત ગેસની સપ્લાય પણ મર્યાદિત સમય માટે જ ઉપલબ્ધ રહે તેવી સ્થિતિ સર્જાઈ છે. ઉદ્યોગકારો અનુસાર હાલની પરિસ્થિતિમાં ગેસ સપ્લાય વધુમાં વધુ સાત દિવસ સુધી જ ચાલે તેવી શક્યતા છે.

*4 લાખથી વધુ મજૂરો પર અસરની ભીતિ*

જો ગેસ સપ્લાય પુનઃસ્થાપિત નહીં થાય અને ફેક્ટરીઓ બંધ કરવાની નોબત આવે તો 4 લાખથી વધુ મજૂરોની રોજગારી પર સીધી અસર થવાની ભીતિ ઉદ્યોગકારોએ વ્યક્ત કરી છે. મોરબી અને આસપાસના વિસ્તારોમાં હજારો પરિવારોનો જીવન નિર્વાહ સિરામિક ઉદ્યોગ પર આધારિત છે.

*ગુજરાત ગેસ ઓફિસે ઉદ્યોગકારોની તાત્કાલિક બેઠક*

હાલની ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મોરબીના સિરામિક ઉદ્યોગપતિઓ Gujarat Gas Limited ની ઓફિસ ખાતે પહોંચી અધિકારીઓ સાથે તાત્કાલિક બેઠક કરી હતી. બેઠકમાં ગેસ સપ્લાય ચાલુ રાખવા અને વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવા મુદ્દે ચર્ચા કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

ઉદ્યોગકારોએ સરકાર પાસે પણ તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની માંગ ઉઠાવી છે, જેથી વિશ્વસ્તરીય ઓળખ ધરાવતા મોરબીના સિરામિક ઉદ્યોગને બંધ થતી સ્થિતિથી બચાવી શકાય.

હાલ તમામની નજર ગેસ સપ્લાય અને સરકારના આગામી પગલાં પર ટકી છે.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW