મોરબીમાં આધુનિક મોડર્ન લાઇબ્રેરીનો પ્રોજેક્ટ જાહેર

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

મોરબી શહેરના નાગરિકોમાં વાંચન સંસ્કૃતિનો વિકાસ થાય તેમજ વિદ્યાર્થીઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાનોને આધુનિક સુવિધાઓ સાથે ઉત્તમ વાંચન સ્થળ ઉપલબ્ધ થાય તે હેતુસર મોરબી મહાનગરપાલિકા દ્વારા મહત્વાકાંક્ષી મોડર્ન લાઇબ્રેરી પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે.

શહેરના રવાપર રોડ પર નરસંગ ટેકરી નજીક આ લાઇબ્રેરીનું નિર્માણ કરવામાં આવશે, જેમાં ત્રણ માળની વિશાળ અને આધુનિક સુવિધાઓથી સજ્જ ઇમારત ઊભી કરવામાં આવશે. હાલમાં પ્રોજેક્ટ માટેની ટેન્ડર પ્રક્રિયા લાઇવ કરવામાં આવી છે અને ટેન્ડર પૂર્ણ થતાં જ તાત્કાલિક કામ શરૂ કરવામાં આવશે.

આ લાઇબ્રેરીમાં વાચકોને ઉત્તમ અને આરામદાયક વાતાવરણ મળે તે માટે ફુલ સેન્ટ્રલ એ.સી. સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. સાથે જ તમામ વિભાગોમાં આધુનિક ફર્નિચર વ્યવસ્થા રાખવામાં આવશે જેથી વાચકો લાંબા સમય સુધી આરામથી અભ્યાસ કરી શકે.

લાઇબ્રેરીમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેના પુસ્તકો ઉપરાંત સાહિત્ય, ઇતિહાસ, વિજ્ઞાન, ટેકનોલોજી સહિતના વિવિધ વિષયોના પુસ્તકો ઉપલબ્ધ રહેશે. વિદ્યાર્થીઓ માટે અલગ રીડિંગ એરિયા પણ બનાવવામાં આવશે જેથી શાંતિપૂર્ણ વાતાવરણમાં અભ્યાસ કરી શકાય.

લાઇબ્રેરીનું નિર્માણ આર.સી.સી. ફ્રેમ સ્ટ્રક્ચરથી કરવામાં આવશે, જે ભૂકંપ પ્રતિકારક માળખું ધરાવશે. ઉપરાંત, પ્રોજેક્ટમાં ઓપન ટેરેસ લાઇબ્રેરી જેવી વિશેષ સુવિધા પણ રાખવામાં આવી છે, જ્યાં વાચકો કુદરતી વાતાવરણમાં વાંચનનો આનંદ લઈ શકશે.

મોરબી મહાનગરપાલિકા દ્વારા હાથ ધરાયેલ આ પ્રોજેક્ટ શહેરના શૈક્ષણિક વિકાસમાં મહત્વપૂર્ણ સાબિત થશે અને નાગરિકોમાં વાંચનની સંસ્કૃતિને વધુ પ્રોત્સાહન મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW