મોરબી ક્રાઇમ બ્રાન્ચે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના વણશોધાયેલા મોટરસાયકલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી એક શખ્સને રૂ.૫૦,૦૦૦ની કિંમતના ચોરાયેલા હોન્ડા સાઇન મોટરસાયકલ સાથે ઝડપી પાડ્યો છે.
મળેલી બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે રવિરાજ ચોકડી નજીક વોચ ગોઠવી અસગર રમજાનભાઇ મોવર ઉર્ફે ઉંમર ૨૬, રહે. કાજરડા, તા. માળીયા (મીં), મોરબી,ને નંબર પ્લેટ વગરના મોટરસાયકલ સાથે ઝડપી પાડ્યો હતો. પૂછપરછ દરમિયાન તેણે મોટરસાયકલ ચોરીની કબૂલાત આપતા વાહન કબજે કરી આગળની કાર્યવાહી માટે વાંકાનેર તાલુકા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરાઈ છે.


