મોરબી તાલુકાના બરવાળા ગામે ખુલ્લી શેરીમાં ગંજીપત્તાથી જુગાર રમતા 3 ઇસમોને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસને બાતમીના આધારે દરોડો પાડતા દુર્ગેશભાઈ દેલવાણીયાના મકાનની દિવાલ પાસેના પ્લોટ વિસ્તારમાં જુગાર રમતા આરોપીઓ ઝડપાયા હતા.
પોલીસે સ્થળ પરથી રૂ.44,600ની રોકડ રકમ કબજે કરી ત્રણેય વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
પકડાયેલા આરોપીઓ:
1. સંતોષભાઈ ગગજીભાઈ દેલવાણીયા, રહે. મોરબી, મૂળ બરવાળા
2. પ્રકાશભાઈ વિનોદભાઈ દેલવાણીયા, રહે. મોરબી, મૂળ બરવાળા
3. દુર્ગેશભાઈ શીવાભાઈ દેલવાણીયા, રહે. બરવાળા
જુગાર અને પ્રોહિબિશનની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે મોરબી પોલીસની કાર્યવાહી અંતર્ગત આ દરોડો કરવામાં આવ્યો હતો.


