વાવડી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ‘વ્યાસ શરદોત્સવ’ની ભવ્ય ઉજવણી, 3000થી વધુ લોકો ગરબાના રંગે રંગાયા

Advertisement
Advertisement
Advertisement
Advertisement

મોરબી: સમસ્ત મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિ તથા સમસ્ત મચ્છુકાંઠા વ્યાસ યુવા સંગઠનના સંયુક્ત ઉપક્રમે વાવડી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ‘વ્યાસ શરદોત્સવ’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. શરદોત્સવમાં મોરબી ઉપરાંત રાજકોટ, ગોંડલ અને જામનગર સહિત વિવિધ શહેરોમાંથી વ્યાસ સમાજના પરિવારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અંદાજે 3000થી વધુ લોકોની જનમેદની રાસ-ગરબાની રમઝટ માણવા ઉમટી પડી હતી.

કાર્યક્રમનો પ્રારંભ સમાજના વડીલો દ્વારા સામૂહિક રીતે માતાજીની આરતી કરીને કરવામાં આવ્યો હતો. ત્યારબાદ વ્યાસ જ્ઞાતિના જ પાંચ ગાયક કલાકારોએ સુમધુર ગરબાની રમઝટ બોલાવી હતી. પરંપરાગત અને આધુનિક ગરબાના તાલે બાળકોથી લઈને યુવાનો અને વડીલો સુધી સૌ કોઈ ઉત્સાહભેર ગરબે ઘૂમ્યા હતા.
ખેલૈયાઓના ઉત્સાહમાં વધારો કરવા આયોજકો દ્વારા કાર્યક્રમ દરમિયાન સમયાંતરે સરપ્રાઇઝ ગિફ્ટ પણ આપવામાં આવી હતી. સમગ્ર મેદાનમાં આનંદ અને ઉત્સાહનો માહોલ છવાયો હતો અને ખેલૈયાઓ મન મૂકીને રાસ-ગરબાની રમઝટમાં ઝૂમી ઊઠ્યા હતા.
શરદોત્સવને વધુ યાદગાર બનાવવા કાર્યક્રમ સ્થળે અલગ-અલગ આકર્ષક સેલ્ફી પોઇન્ટ તૈયાર કરવામાં આવ્યા હતા. ખાસ કરીને ભવ્ય આદિયોગીની પ્રતિમા સમગ્ર કાર્યક્રમમાં વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની હતી. મોટી સંખ્યામાં લોકોએ આદિયોગીની પ્રતિમા સાથે તસવીરો લઈ યાદગાર ક્ષણોને કેમેરામાં કેદ કરી હતી.

સમગ્ર વ્યાસ સમાજને એક મંચ પર લાવી સામાજિક એકતા, સંસ્કૃતિ અને પરંપરાને ઉજાગર કરતો આ શરદોત્સવ ઉત્સાહભેર સંપન્ન થયો હતો. કાર્યક્રમને સફળ બનાવવા માટે સમસ્ત મચ્છુકાંઠા વ્યાસ યુવા સંગઠનના તમામ સભ્યો અને કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW