મિતાણા ડેમ પાસે જુગાર રમતા 6 ઝડપાયા, રૂ.65,100 રોકડ જપ્ત

Advertisement
Advertisement
Advertisement

ટંકારા તાલુકાના મિતાણા-વાલાસણ રોડ પર ડેમ નજીક નદી કાંઠે બાવળની ઝાડીમાં જાહેરમાં જુગાર રમતા 6 ઇસમોને ટંકારા પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી ગંજીપત્તાના પાના તથા રૂ.65,100 રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

ઝડપાયેલા આરોપીઓમાં વિપુલભાઈ પુનાભાઈ બાંભવા, બાબુભાઈ રાણાભાઈ સોઢીયા, કિશોરભાઈ બાબુભાઈ દેણપીયા, સામતભાઈ પાલાભાઈ બાળા, રોહિતભાઈ વાસુરભાઈ બસિયા અને સાજીદભાઈ આમદભાઈ ઠેબાનો સમાવેશ થાય છે.

તમામ વિરુદ્ધ જુગારધારા કલમ-12 મુજબ ટંકારા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW