મોરબી ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળ તા. 24/08/2026, સોમવારના રોજ MVCC કેબલ નાખવાની કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાથી ભક્તિનગર JGY ફીડરનો વીજ પુરવઠો સવારે 9:00 વાગ્યાથી સાંજે 6:00 વાગ્યા સુધી બંધ રાખવામાં આવશે.
આ વીજ બંધ દરમિયાન ભક્તિનગર ગામ તેમજ રોડ ઉપર આવેલા કોમ્પ્લેક્સો ઉપરાંત તમામ રહેણાંક, વાણિજ્યિક અને ઔદ્યોગિક (HT) વીજ જોડાણોમાં વીજ પુરવઠો બંધ રહેશે.
વીજ વિભાગ દ્વારા જણાવ્યા મુજબ, કામગીરી પૂર્ણ થયા બાદ કોઈ અલગથી જાણ કર્યા વગર વીજ પુરવઠો પુનઃચાલુ કરવામાં આવશે. તેથી વીજ ગ્રાહકોએ જરૂરી તકેદારી રાખવા અપીલ કરવામાં આવી છે.


