રક્ષાબંધન ના પાવન પર્વે નિમિત્તે ૧૮૧ મહિલા હેલ્પલાઇન ની મોરબી ટીમ દ્વારા ફરજ દરમિયાન સાદગી પૂર્ણ રીતે રક્ષાબંધન ની ઉજવણી કરવામાં આવી હતી
આ પ્રસંગે ટીમના સભ્યોએ સાથે મળીને મોરબી શોભેશ્વર રોડ પર આવેલ શ્રી કાઠીયાવાડ નિરાશ્રીત બાલાશ્રમ રાજકોટ સંચાલિત વૃદ્ધાશ્રમમાં રક્ષાબંધનની ઉજવણી કરી હતી રક્ષાબંધનના દિવસે પણ ૧૮૧ મહિલા હેલ્પલાઇન ટીમ પોતાની ફરજ પર રહી મહિલાઓને જરુરી મદદ અને સુરક્ષા પુરી પાડવા માટે સતત કાર્યરત રહી હતી તહેવારોની ખુશીઓ સાથે સેવા અને ફરજ પ્રત્યેની જવાબદારી ને મહત્વ આપીને ટીમે સમાજને સુંદર સંદેશ આપ્યો હતો


