મોરબી તાલુકા પોલીસે કમાન્ડર સીરામીકમાં થયેલી કેબલ ચોરીનો ભેદ ઉકેલ્યો, ચાર આરોપીઓ ઝડપાયા

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

મોરબીના કમાન્ડર સીરામીક કારખાનામાં થયેલી કેબલ ચોરીના વણશોધાયેલા ગુનાનો ભેદ ઉકેલી મોરબી તાલુકા પોલીસે ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે ઇન્દિરાનગર વિસ્તારમાં પાણીના ટાંકા પાસેથી આરોપીઓને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.

પકડાયેલા આરોપીઓમાં (૧) ભરતભાઈ રમેશભાઈ ઝંઝવાડીયા, (૨) રવિભાઈ રમેશભાઈ દલસાણીયા, (૩) વિપુલભાઈ ગોરધનભાઈ કેરવાડીયા અને (૪) હાર્દિકભાઈ રાજુભાઈ ડાભીનો સમાવેશ થાય છે.

પોલીસે આરોપીઓ પાસેથી ૮૦ કિલો કોપર વાયર (કિંમત રૂ. ૧.૦૪ લાખ), મહિન્દ્રા બોલેરો પીકઅપ (કિંમત રૂ. ૩ લાખ), ત્રણ મોબાઈલ ફોન સહિત કુલ રૂ. ૪,૧૧,૫૦૦નો મુદ્દામાલ કબજે કર્યો છે.

આ મામલે મોરબી તાલુકા પોલીસે ચારેય આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW