મોરબી સરકારી ITI ના ૧૧૨ તાલીમાર્થીઓ અને શિક્ષકોએ મુન્દ્રા ખાતે અદાણી પોર્ટ અને વિવિધ ઔદ્યોગિક એકમોની શૈક્ષણિક મુલાકાત લીધી

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

તાલીમાર્થીઓને મશીનરી, ઉત્પાદન પ્રક્રિયા અને ઔદ્યોગિક કાર્યપદ્ધતિનો પ્રત્યક્ષ અનુભવ તથા વ્યવહારુ જ્ઞાન મળી રહે તે હેતુથી આયોજન કરાયું

મોરબી સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થાના તાલીમાર્થીઓને ઔદ્યોગિક કાર્યપદ્ધતિ, મશીનરી અને ઉત્પાદન પ્રક્રિયાનો પ્રત્યક્ષ અનુભવ મળી રહે તે હેતુથી નવેમ્બર–૨૦૨૬ દરમિયાન મુન્દ્રા ખાતે અદાણી પોર્ટ અને સંલગ્ન ઔદ્યોગિક એકમોની શૈક્ષણિક મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મુલાકાતમાં મોરબી સંસ્થાના વિવિધ ટ્રેડમાંથી કુલ ૧૧૨ તાલીમાર્થીઓ અને શિક્ષકગણે ઉત્સાહભેર ભાગ લઈ વાસ્તવિક ઔદ્યોગિક કામગીરીને નજીકથી નિહાળી હતી.

મુલાકાત દરમિયાન તાલીમાર્થીઓ અને શિક્ષકોએ અદાણી વિલમાર, અદાણી સોલર, થર્મલ પ્લાન્ટ, વેસ્ટ ઝોન તથા પોર્ટની કામગીરીનું પ્રત્યક્ષ અવલોકન કર્યું હતું. આ પ્રકારની ઔદ્યોગિક મુલાકાતથી તાલીમાર્થીઓને વ્યવહારુ જ્ઞાન પ્રાપ્ત થવા સાથે તાલીમ પ્રત્યે નવો ઉત્સાહ અને શીખવાની પ્રેરણા મળી હતી તેવું મોરબી સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થાની યાદીમાં જણાવાયું છે.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW