મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ કામગીરી અને સુવિધાઓનું નિરીક્ષણ કરતા જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન પોલીસ સ્ટેશનની વિવિધ કામગીરી, રેકર્ડ, સુરક્ષા વ્યવસ્થા તેમજ પોલીસ કર્મચારીઓ અને નાગરિકો માટે ઉપલબ્ધ સુવિધાઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

મુલાકાત દરમિયાન પોલીસ કર્મચારીઓ સાથે મુલાકાત કરી પોલીસ સ્ટેશનની કામગીરીની માહિતી મેળવવામાં આવી હતી અને પોલીસ સ્ટેશનના વિવિધ રજીસ્ટરો અને રેકર્ડની તપાસણી કરવામાં આવી હતી. પોલીસ સ્ટેશનના આફિસર, લોકઅપ, આરોપીઓની પૂછપરછ સંબંધિત કામગીરી તેમજ ઓનલાઇન રેકર્ડની વિગતો અંગે જાણકારી મેળવવામાં આવી હતી.

ક્રાઇમ વિભાગમાં મુદામાલ રજીસ્ટર અને મુદામાલની ચકાસણી, મુદામાલના નિકાલ સંબંધિત પ્રક્રિયા તેમજ આર્મ્સ અને એમ્યુનિશન અંગેની ચકાસણી કરવામાં આવી હતી. ટ્રાફિક સંબંધિત કામગીરી, વાહન વ્યવસ્થા અને પોલીસ લાઇનની પણ મુલાકાત લેવામાં આવી હતી.

આ ઉપરાંત પોલીસ સ્ટેશનના કેમ્પસમાં આવેલી સુવિધાઓ, પોલીસ લાઇનના મકાનો તેમજ મહિલા પોલીસ સ્ટેશનની કામગીરી અંગે માહિતી મેળવવામાં આવી હતી. સાથે જ નવા નિર્માણ પામી રહેલા મહિલા પોલીસ સ્ટેશન અને સાયબર પોલીસ સ્ટેશનની પણ મુલાકાત લઈ તેની સુવિધાઓ અને કામગીરી અંગે સમીક્ષા કરવામાં આવી હતી.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW