ટંકારા તાલુકાના ગણેશપર(વિરવાવ) ગામમાં બાગાયત ખાતા બાગાયતિ પાકોમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા એક દિવસીય ખેડૂત શિબિર યોજાઈ

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

નાયબ બાગાયત નિયામક વી.એચ. નકુમ, અને કૃષિ વૈજ્ઞાનિકશ્રી સહિતના દ્વારા અપાયુ માર્ગદર્શન

મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના ગામ ગણેશપર(વિરવાવ) ખાતે બાગાયત પાકોમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાના હેતુથી એક દિવસીય ખેડૂત શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં ખેડૂતોને બાગાયત પાકોમાં પ્રાકૃતિક ખેતીનું મહત્વ, પ્રાકૃતિક ખેતીની વિવિધ પદ્ધતિઓ, જીવામૃત અને ઘનજીવામૃતનો ઉપયોગ, જમીનની ફળદ્રુપતા જાળવવી, પાક સંરક્ષણ તથા ઓછા ખર્ચે ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવવા જેવા વિવિધ વિષયો પર મોરબી જિલ્લાના બાગાયત અધિકારીશ્રીઓ અને તજજ્ઞો દ્વારા વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ શિબિરના માધ્યમથી ખેડૂતોમાં બાગાયત પાકોમાં પ્રાકૃતિક ખેતી અંગે જાગૃતિ કેળવવા તથા આધુનિક અને ટકાઉ ખેતી પદ્ધતિઓ અપનાવવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવી ખેતી ખર્ચ ઘટાડવા, જમીનનું સ્વાસ્થ્ય જાળવવા તથા પર્યાવરણને અનુકૂળ અને ગુણવત્તાયુક્ત બાગાયતી ઉત્પાદન મેળવવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં મોરબી નાયબ બાગાયત નિયામક વી.એચ. નકુમ, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર(KVK)ના વૈજ્ઞાનિકશ્રી કે. એન. વડારીયા, મદદનીશ બાગાયત નિયામક બ્રિજેશ જેઠલોજા, બાગાયત અધિકારી પરાગ કાચા, બાગાયત મદદનીશ નિસર્ગ ગૌસ્વામી અને દિવ્યેશ શિંગડીયા, બી.ટી.એમ., આત્મા, જી.પી.કે.વી.ના અધિકારીશ્રીઓ, કર્મચારીઓ અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW