મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનના પ્રોહીબિશનના ગુન્હામાં ચાર માસથી નાસતા ફરતા આરોપીને પોલીસે ઝડપી પાડયો છે.
મોરબી સીટી એ ડીવી. પો.સ્ટાફ સર્વેલન્સ સ્ટાફને મળેલ હકિકત આધારે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુનામાં આરોપી મહેશભાઇ ઉર્ફે મચ્છો દાનાભાઇ જારીયા રહે-રવાપર ગામ મોરબીવાળો છેલ્લા ચાર માસથી નાસતો ફરતો હોય આરોપીને રવાપર ગામથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.







