વાંકાનેરના વઘાસીયા ટોલ પ્લાઝા ખાતે આયોજિત કાર્યક્રમમાં વઘાસીયા, ઢુવા અને જાંબુડીયા ગામની સરકારી શાળાની ૧૯ વિદ્યાર્થીઓને સાયકલ વિતરણ કરાઈ
એન.એચ.એ.આઈ. દ્વારા વઘાસિયા ટોલ પ્લાઝા ખાતે સીએસઆર પહેલ હેઠળ શૈક્ષણિક રીતે પ્રગતિશીલ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા સાથે માર્ગ સલામતી અંગે જાગૃતિ ફેલાવવા માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ અંતર્ગત વઘાસિયા, ઢુવા અને જાંબુડિયા ગામની સરકારી શાળાની વિદ્યાર્થીનીઓને કુલ ૧૯ સાયકલ વિતરણ કરવામાં આવી હતી અને શાળા બાળકોને માર્ગ સલામતી તથા સુરક્ષિત મુસાફરી વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.





