શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ઇન્ટરનેશનલ સ્કૂલ અને જ્ઞાન શક્તિ રેસીડેન્સીયલ સ્કુલ ઓફ એકસીલેન્સ ધરમપુર ખાતે શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ યોજાયેલ જેમાં બાળકોના લોહીની ટકાવારીની તપાસ (એનીમીયા),વજન, ઉંચાઈ ,મોં,દાત, આંખો,કાન તેમજ આરોગ્યને લગતા તમામ રોગની તપાસણી કરવામાં આવી જ્યારે અમુક વિદ્યાર્થીઓને સ્થળપર જ સારવાર જ્યારે અમુક વિદ્યાર્થીઓને સંદર્ભકાર્ડ ભરી રીફર કરવામા આવેલ તા : 05/01/2026ના રોજ નિરામય ચેરીટેબલ ટ્રસ્ટ, શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલ એન્ડ રીસર્ચ ધરમપુરના સહયોગથી અને જીલ્લા પંચાયત મોરબીના મોરબી તાલુકાના પ્રાથમિક આરોગ્યકેન્દ્ર ખાખરાળાના આયુષ્યમાન આરોગ્ય મંદિર ધરમપુર દ્વારા શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ રાખવામાં આવેલ જેમાં મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો.પી.કે.શ્રીવાસ્તવ ,તાલુકા આરોગ્ય અધિકારી શ્રીડો.રાહુલ કોટડીયા , PHC MEDICAL OFFICER ડૉ.સંજય જીવાણી ના માર્ગદર્શન હેઠળ તથા અશ્ચિનભાઈ નકુમ-નિરામય ચેરીટેબલ ટ્રસ્ટ ,RBSK MO ડો.ભુમિકાબેન સુચક,ડો રાહુલ તરબુંડીયા સાહેબ,શ્રી સ્વામીનારાયણ સ્કુલના સ્વામીશ્રી નિરગુણ સ્વામી , સ્કૂલના આચાર્ય શ્રીરેનીશ બાકોરી ,તેમજ તમામ સાથી શિક્ષણ ગણ તથા આયુષ્યમાન આરોગ્ય મંદિર ધરમપુરના CHO છાયાબેન નિમાવત,MPHW પી.પી.મકવાણા, FHW અજમીનાબેન ભાલારા, PHC FHS અંજુબેન ભીમાણી,ASHA મિતલબેન પટેલ ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવેલ.




