મોરબી-માળિયા (મી.) વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય તથા રાજ્યમંત્રી Kantilal Amrutiya નો આજે જન્મદિવસ છે. તેમના જન્મદિવસ નિમિત્તે મોરબી જિલ્લામાં કાર્યકરો, શુભેચ્છકો અને સમર્થકો દ્વારા શુભેચ્છાઓનો વરસાદ વરસી રહ્યો છે.
સરળ સ્વભાવ, સેવાભાવી વલણ અને પ્રજાના પ્રશ્નો પ્રત્યે સતત સક્રિય રહેનારા કાંતિલાલ અમૃતિયાએ રાજકીય જીવનમાં અનેક વિકાસકાર્યો દ્વારા લોકોના દિલમાં ખાસ સ્થાન બનાવ્યું છે. મોરબી અને આસપાસના વિસ્તારોમાં વિકાસના અનેક કામો માટે તેઓ સતત પ્રયત્નશીલ રહેતા હોવાથી તેઓ લોકોને ખૂબ જ લોકપ્રિય છે.
તેમના જન્મદિવસ નિમિત્તે વિવિધ સ્થળોએ શુભેચ્છા કાર્યક્રમો, સામાજિક સેવા પ્રવૃત્તિઓ તેમજ કાર્યકરો દ્વારા શુભેચ્છા પાઠવી રહ્યા છે
મોરબી જિલ્લાના અનેક આગેવાનો, કાર્યકરો અને નાગરિકોએ કાંતિલાલ અમૃતિયાને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવી તેમની દીર્ઘાયુષ્ય અને સ્વસ્થ જીવન માટે પ્રાર્થના વ્યક્ત કરી છે. મોરબી ગૌરવ સમાચાર તરફથી રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયા ને જન્મદિવસની ખુબ ખુબ શુભકામના





