Saturday, March 14, 2026

રાજકોટમાં રામાનંદી સાધુ સમાજના સોશિયલ મીડિયા ક્રિએટર માટે એવોર્ડ કાર્યક્રમ યોજાશે

Advertisement
Advertisement
Advertisement

રાજકોટમાં સમગ્ર રામાનંદી સાધુ સમાજના સોશિયલ મીડિયા ક્રિએટરોને સન્માનિત કરવા માટે વિશેષ એવોર્ડ કાર્યક્રમ યોજાનાર છે. સમસ્ત રામાનંદી યુવા સમાજ ટ્રસ્ટ – રાજકોટ દ્વારા આ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાતભરમાં કાર્યરત સોશિયલ મીડિયા ક્ષેત્રના ક્રિએટરોને સન્માન આપવામાં આવશે.

માહિતી મુજબ આ કાર્યક્રમમાં ૫૦થી વધુ રામાનંદી સાધુ સમાજના સોશિયલ મીડિયા ક્રિએટરોને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવશે. સમાજમાં સકારાત્મક સંદેશો અને પ્રેરણા ફેલાવવાના હેતુથી વીડિયો, બ્લોગ્સ અને રીલ્સ દ્વારા કામ કરનાર ક્રિએટરોને પ્રોત્સાહિત કરવા આ આયોજન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમમાં સંતો-મહંતો, રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો તેમજ સમાજના શ્રેષ્ઠીઓ વિશેષ ઉપસ્થિત રહેશે.

કાર્યક્રમ તારીખ ૧૫ માર્ચ ૨૦૨૬, રવિવારના રોજ બપોરે ૩:૦૦ વાગ્યે રાજકોટ ખાતે હોટેલ ક્લાસિક બેન્ક્વેટ, લીમડા ચોક ખાતે યોજાશે.

આ કાર્યક્રમને સફળ બનાવવા સમસ્ત રામાનંદી યુવા સમાજના પ્રમુખ રવિરાજભાઈ રામાવત સહિત સમાજના અગ્રણીઓ અને કાર્યકરો દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે.
જીગ્નેશભાઇ અગ્રાવત, જયદીપભાઈ નિમ્બાર્ક, વિવેકભાઈ નિમાવત, દેવાંગભાઈ નિમાવત, અજયભાઈ દેવમુરારી, રાજનભાઈ દેવમુરારી, અલ્પેશભાઈ અગ્રાવત, અમિતભાઈ વૈષ્ણવ, મયંકભાઈ રામાવત, નૈમીશભાઈ ટીલાવત, કિશોરભાઈ નિમાવત, તુષારભાઈ અગ્રાવત, કેયુરભાઈ નિમાવત, જયસનભાઈ દેવમુરારી, હિતેશભાઈ રામાવત, વિમલભાઈ કીલજી, તરુણભાઈ નિમાવત, જયેશભાઈ કુબાવત, રાજુભાઈ કુબાવત, જગદીશભાઈ ટીલાવત, અનંતભાઈ નેનુજી,
કરણરાજભાઈ કુબાવત, ચામુંડરાઈ માધવાચાર્ય, અનિલભાઈ દેવમુરારી, ચંદ્રકાન્તભાઈ લશ્કરી, પ્રવીણભાઈ રામપ્રસાદી, અભિષેકભાઈ રામાનુજ, ભાર્ગવભાઈ દેવમુરારી, મોહિતભાઈ ટીલાવત, રાજભાઈ કુબાવત, શૈલેષભાઈ દેવમુરારી, પ્રીતભાઈ નિમાવત, શ્યામભાઈ દેવમુરારી, રઘુવીરભાઈ નિરંજની, રેનીશભાઈ દેવમુરારી, જગદીશભાઈ અગ્રાવત, પવનભાઈ કુબાવત, ધ્રુવભાઇ રામાનુજ, મોહિતભાઈ નિમ્બાર્ક, અનંતભાઈ નેનુજી તથા રાજકોટ શહેર મીડીયા ઇન્ચાર્જ સિદ્ધાર્થભાઈ લશ્કરી વગેરે આ ભવ્ય અને દિવ્ય આયોજન ને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW