LCB PI આર સી ગોહિલ ની કડક કામગીરી થી ખનિજ માફિયાઓમાં ફફડાટ
વિનયગઢની સીમમાં કરોડોની ખનીજ ચોરી ઝડપાઈ, 1.39 કરોડનો મુદામાલ જપ્ત
વાંકાનેર તાલુકાના વિનયગઢ ગામની સીમમાં ચાલી રહેલી ગેરકાયદેસર ખનીજ ચોરી પર મોરબી એલ.સી.બી./એસ.ઓ.જી. અને ખાણખનીજ વિભાગે સંયુક્ત કાર્યવાહી કરી ખનીજ માફિયાઓના કાળા કારોબારનો પર્દાફાશ કર્યો છે. સરકારી ખરાબાની જમીનમાં JCB વડે ખોદકામ કરી કરોડો રૂપિયાનો ખનીજ ચોરીથી બહારના જિલ્લાઓમાં વેચાતો હોવાનું બહાર આવ્યું છે.
પોલીસ અને ખાણખનીજ વિભાગની રેઇડ દરમિયાન છ (૬) ડમ્પર, JCB અને ટ્રેક્ટર લોડર સહિત કુલ ₹1.39 કરોડનો મુદામાલ કબજે કરવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં ખનીજ ચોરી પાછળ ગોઠવાયેલ મોટું નેટવર્ક કાર્યરત હોવાની વિગતો સામે આવી છે.
આ કાર્યવાહિથી ખનીજ માફિયાઓમાં ભારે ખળભળાટ મચી ગયો છે, જ્યારે ખાણખનીજ વિભાગ દ્વારા કરોડોનો દંડ ફટકારવાની તૈયારી શરૂ કરવામાં આવી છે.




