મોરબી એલ.સી.બી. પોલીસને મળેલી બાતમીના આધારે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહીબીશનના ગુનામાં ફરાર આરોપી પ્રવિણભાઈ શીવાભાઈ જોગરાજીયા (રહે. ગુંદાળા, તા. વીંછીયા, જી. રાજકોટ)ને ઝડપી પાડવામાં આવ્યો છે.
આરોપી લાંબા સમયથી નાસતો ફરતો હતો. પોલીસને તે પોતાના વતન ગુંદાળા ગામે હોવાની માહિતી મળતા એલ.સી.બી. ટીમે દરોડો પાડી તેને ઝડપી લીધો હતો. ત્યારબાદ કાયદેસરની કાર્યવાહી માટે આરોપીને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.




