મોરબીમાં વિશ્વ પર્યાવરણ દિવસની હરિયાળી ઉજવણી: 600 રોપાનું વાવેતર, 1500નું વિતરણ

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

મોરબી જિલ્લાભરમાં ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ની હરિયાળી ઉજવણી: સઘન વૃક્ષારોપણ સાથે ૬૦૦ જેટલા રોપાઓનું વાવેતર અને ૧૫૦૦ રોપાનું નિઃશુલ્ક વિતરણ

મોરબી, વાંકાનેર, માળિયા, ટંકારા અને હળવદ ખાતે મહાનુભાવોની ઉપસ્થિતિ અને ગ્રામજનોની સહભાગિતામાં પર્યાવરણ જતનનો સંકલ્પ કરાયો

‘વિશ્વ પર્યાવરણ દિવસ’ નિમિત્તે મોરબી જિલ્લાભરમાં પર્યાવરણની સમતુલા અને હરિયાળી ક્રાંતિને વેગ આપવા માટે વન વિભાગ અને વિવિધ સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે વ્યાપક સ્તરે વૃક્ષારોપણ અને જનજાગૃતિના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ ઉજવણીના ભાગરૂપે સામાજિક વનીકરણ રેંજ-વાંકાનેર દ્વારા શારદા વિદ્યાલય ખાતે ૫૦ રોપાઓ તેમજ ક્ષેત્રીય રેંજ-રામપરાના સંયુક્ત ઉપક્રમે અન્ય એક સ્થળે ૨૦૦ રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું હતું. માળિયા તાલુકામાં રામેશ્વર બાગ (નાનાભેલા) ખાતે તાલુકા કક્ષાની ઉજવણી અંતર્ગત ૫૦ રોપાઓ વાવવામાં આવ્યા હતા. ટંકારાના છતર ગામે સામાજિક વનીકરણ રેંજ હેઠળ ગ્રામજનોના સહયોગથી ૧૫૦ રોપાઓનું રોપણ કરી પર્યાવરણ દિવસ ઉજવાયો હતો. મોરબી શહેરમાં સામાજિક વનીકરણ રેંજ દ્વારા સિવિલ કોર્ટ ખાતે ન્યાયધીશઓની ઉપસ્થિતિમાં ૧૫ રોપાઓ તેમજ કેરોવીટ કંપની ખાતે વન વિભાગના સંયુક્ત ઉપક્રમે ૮૦ રોપાઓનું વાવેતર કરાયું હતું. આ ઉપરાંત, હળવદ તાલુકાના ચરાડવા ગામે શ્રી કષ્ટભજન ગૌશાળા અને ગ્રામ પંચાયતના ત્રિવેણી સંગમથી ૫૦ રોપાઓનું વાવેતર કરવા સાથે પ્રકૃતિપ્રેમી નાગરિકોને ૧૫૦૦ રોપાઓનું વિનામૂલ્યે વિતરણ કરીને પર્યાવરણ રક્ષાનો અનોખો સંદેશ પાઠવવામાં આવ્યો હતો.

આ તમામ કાર્યક્રમોમાં રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલા, ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના પ્રમુખઓ, ઉપપ્રમુખશ્રીઓ તથા સદસ્યો સહિત પદાધિકારીઓ મોરબી વન વિભાગના નાયબ વન સંરક્ષક ડો. સુનિલ બેરવાલ સહિત વન વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ, વિવિધ ગામોના સરપંચઓ, ગૌશાળાઓ, પૂજ્ય સંતો-મહંતોઓ, ઔદ્યોગિક એકમો વિશાળ સંખ્યામાં ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક સહભાગી થઈને પ્રકૃતિના જતન માટે સામૂહિક સંકલ્પ લીધા હતા.આ આયોજનોને સફળ બનાવવા મદદનીશ વન સંરક્ષક રાજ બહાદુર મીના સહિતના વનકર્મીઓએ જહેમત ઉઠાવી હતી.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW