મોરબી: શ્રી આર્યતેજ હોમિયોપેથીક મેડિકલ કોલેજ અને હોસ્પિટલ, મોરબી દ્વારા સમાજસેવાના હેતુથી આવતીકાલે તા. 16 જુલાઈ, 2026 (ગુરુવાર) ના રોજ મહેન્દ્રનગર વિસ્તારમાં નિઃશુલ્ક હોમિયોપેથી આરોગ્ય તપાસ અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કેમ્પ સવારે 9:00 વાગ્યાથી બપોરે 12:00 વાગ્યા સુધી ક્રાંતિ જ્યોત સોસાયટી, રામધન આશ્રમની સામે, મહેન્દ્રનગર, મોરબી ખાતે યોજાશે. કેમ્પ દરમિયાન અનુભવી હોમિયોપેથીક તબીબો દ્વારા દર્દીઓનું નિઃશુલ્ક આરોગ્ય નિદાન કરવામાં આવશે તેમજ આરોગ્ય સંબંધિત માર્ગદર્શન આપવામાં આવશે. ઉપરાંત જરૂરિયાત મુજબ દર્દીઓને મફત હોમિયોપેથીક દવાઓનું પણ વિતરણ કરવામાં આવશે.
આ આરોગ્ય કેમ્પ ખાસ કરીને બાળકો, મહિલાઓ, વડીલો સહિત તમામ ઉંમરના નાગરિકો માટે લાભદાયી બનશે. વિવિધ સામાન્ય અને દીર્ઘકાલીન આરોગ્ય સમસ્યાઓ અંગે નિષ્ણાત તબીબોની સલાહ મેળવવાની તક પણ નાગરિકોને મળશે.
શ્રી આર્યતેજ હોમિયોપેથીક મેડિકલ કોલેજ અને હોસ્પિટલ દ્વારા મોરબી શહેર તથા આસપાસના વિસ્તારના તમામ નાગરિકોને આ નિઃશુલ્ક આરોગ્ય સેવા કેમ્પનો વધુમાં વધુ લાભ લેવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.


