ગોરખીજડિયા પ્રાથમિક શાળાના રમતવીરોનો SGFI જિલ્લા કક્ષાની સ્પર્ધામાં દબદબો

Advertisement
Advertisement
Advertisement

ગોરખીજડિયા પ્રાથમિક શાળાના રમતવીરોએ ગુજરાત સરકાર દ્વારા જિલ્લા કક્ષાએ યોજાયેલી SGFI રમતગમત સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી શાળાનું નામ રોશન કર્યું છે.

સ્પર્ધામાં શાળાના વિદ્યાર્થીઓએ વિવિધ રમતોમાં શાનદાર દેખાવ કરી સિદ્ધિઓ હાંસલ કરી હતી. જેમાં 80 મીટર વિઘ્ન દોડમાં માવી મનોજે પ્રથમ ક્રમ, ચક્ર ફેંક સ્પર્ધામાં કંઝારીયા પૂનમે દ્વિતીય ક્રમ તેમજ લાંબી કૂદમાં મેડા સેનાએ તૃતીય ક્રમ પ્રાપ્ત કર્યો હતો.

આ ઉત્કૃષ્ટ સિદ્ધિ બદલ ગોરખીજડિયા પ્રાથમિક શાળાના આ રમતવીરોને શાળા પરિવાર દ્વારા હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા છે. સાથે જ ભવિષ્યમાં પણ તેઓ રમતગમત ક્ષેત્રે વધુ સફળતા હાંસલ કરે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.

ગોરખીજડિયા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓની આ સિદ્ધિથી સમગ્ર શાળા પરિવારમાં ગૌરવ અને આનંદની લાગણી છવાઈ છે.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW