મોરબી જલારામ ધામ ખાતે મહાપ્રસાદ યોજી સદ્ગતને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો વાધડિયા પરિવાર

Advertisement
Advertisement
Advertisement
Advertisement

વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા મોરબી ના જલારામ ધામ ખાતે દરરોજ બપોરે તથા સાંજે સદાવ્રત દ્વારા લોકો ની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો અનોખો સેવાયજ્ઞ ચલાવવા માં આવી રહ્યો છે ત્યારે મોરબી ના સ્વ.સુરેશભાઈ વાધડિયા ની ચોથી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે તેમના પરિવારજનો દ્વારા સદાવ્રત માં મહાપ્રસાદ યોજી લોકો ની જઠરાગ્નિ તૃપ્ત કરી સાર્થક શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી. આ તકે સ્વ.સુરેશભાઈ વાધડિયા ના ધર્મપત્ની ગં.સ્વ. શારદાબેન, સુપુત્ર મનિષભાઈ તથા ભત્રીજા સંજયભાઈ અલગારી સહીત ના પરિવારજનોએ ઉપસ્થિત રહી તેમના વરદ્ હસ્તે પ્રસાદ વિતરણ કરી સદ્ગત ને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

આ તકે મોરબી જલારામ ધામ ના ગીરીશભાઈ ઘેલાણી, હરીશભાઈ રાજા, પ્રતાપભાઈ ચગ, હસુભાઈ પુજારા, ભાવીનભાઈ ઘેલાણી, કીશોરભાઈ ચંડીભમર, નિર્મિતભાઈ કક્કડ, ચિરાગભાઈ રાચ્છ, પારસભાઈ ચગ, નિરવભાઈ હાલાણી, જયંતભાઈ રાઘુરા, અનિલભાઈ ગોવાણી, અમિતભાઈ પોપટ, પપ્પુભાઈ ચંડીભમર, અનિલભાઈ સોમૈયા, કીશોરભાઈ ઘેલાણી, વિપુલભાઈ પંડિત, સુનિલભાઈ પુજારા, સંજયભાઈ હીરાણી, હીતેશભાઈ જાની, અશોકભાઈ જોશી, દીનેશભાઈ સોલંકી, સહીતના અગ્રણીઓએ સદ્ગત ને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW