મોરબી LCB ક્રાઈમ બ્રાન્ચની કાર્યવાહી, 34,660 કિલો ઇમ્પોર્ટેડ પેટકોક સાથે બે શખ્સો મળી આવ્યા
મોરબી: મોરબી જિલ્લામાં મિલકત સંબંધિત ગુનાઓ અટકાવવા અને વણશોધાયેલા ગુનાઓનો ભેદ ઉકેલવા પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે મોરબી LCB ક્રાઈમ બ્રાન્ચે રફાળેશ્વર GIDC વિસ્તારમાં આવેલા એક જૂના બંધ સીરામીક કારખાનામાંથી શંકાસ્પદ રીતે મેળવેલો ઇમ્પોર્ટેડ પેટકોક (કોલસો) અને એક ટ્રક સહિત કુલ રૂ. 21,21,000નો મુદ્દામાલ કબજે કર્યો છે.
પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે રફાળેશ્વર GIDCમાં જીઓ ગ્રેસ પાછળ આવેલા મીલો ટાઇલ્સ-ક્રાઉન સીરામીકના જૂના બંધ કારખાનામાં તપાસ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન કોલસાના ડેલામાં ઇમ્પોર્ટેડ પેટકોક ભરેલી ટાટા ટ્રક નંબર RJ-19-GF-0871 ખાલી કરવા માટે આવી હોવાનું જાણવા મળ્યું હતું.
પોલીસે ઇમ્પોર્ટેડ પેટકોક અંગે બિલ તથા આધારભૂત દસ્તાવેજો માંગતાં હાજર શખ્સો પાસે જરૂરી પુરાવા ન હોવાનું જણાવાયું હતું. આથી શંકાસ્પદ જણાતો 34,660 કિલો ઇમ્પોર્ટેડ પેટકોક, જેની કિંમત રૂ. 6,21,000 થાય છે, તેમજ રૂ. 15,00,000ની કિંમતની ટાટા ટ્રક મળી કુલ રૂ. 21,21,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર, આ મુદ્દામાલ ચોરી અથવા છળકપટથી મેળવેલી મિલકત હોવાની શંકાના આધારે BNSSની કલમ 106(1) મુજબ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
હાજર મળી આવેલા શખ્સોની વિગતો
1. મહેન્દ્ર બાબુલાલ મેઘવાલ (ઉંમર 34 વર્ષ), રહે. નાડસર, તા. ભોપાલગઢ, જી. જોધપુર, રાજસ્થાન.
2. સોનુકુમાર ઉમેશચન્દ્ર વર્મા (ઉંમર 29 વર્ષ), રહે. બબુરા, થાના કોઈલીવડ, જી. આરા, બિહાર.
કબજે કરાયેલ મુદ્દામાલ
– ઇમ્પોર્ટેડ પેટકોક (કોલસો), વજન 34,660 કિલો — કિંમત રૂ. 6,21,000.
– ટાટા ટ્રક નંબર RJ-19-GF-0871 — કિંમત રૂ. 15,00,000.
કુલ મુદ્દામાલ: રૂ. 21,21,000.
પોલીસ મહાનિરીક્ષક, સરહદી રેન્જ-ભુજ તથા મોરબી જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના અને માર્ગદર્શન હેઠળ LCB પોલીસ ઇન્સ્પેક્ટરની દેખરેખમાં PSI તથા LCB/પેરોલ-ફર્લો સ્ક્વોડના સ્ટાફે આ કાર્યવાહી હાથ ધરી હતી.
મોરબી LCBની આ કાર્યવાહીથી મિલકત સંબંધિત ગુનાઓ સામે પોલીસની સતર્કતા અને કડક વલણ સામે આવ્યું છે. હાલ કબજે કરાયેલા મુદ્દામાલ અંગે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.



