જયસુખભાઈ પટેલ ફેમિલી, અજંતા પરિવાર અને સમગ્ર ભાલોડીયા પરિવાર દ્વારા મહાનુભાવો, પદાધિકારીઓ અને વહીવટી તંત્રનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરાયો
મોરબી: પાટીદાર સમાજના ભામાશા, મહાન ઉદ્યોગપતિ, શિક્ષણવિદ્, સ્ત્રી સશક્તિકરણના હિમાયતી, વિશ્વવિખ્યાત અજંતા બ્રાન્ડના સ્થાપક તેમજ જળસંચય અને વોટરશેડ યોજનાના પ્રખર પ્રણેતા સ્વર્ગસ્થ શ્રી ઓધવજીભાઈ રવજીભાઈ ભાલોડિયા (ઓ.આર. પટેલ સાહેબ)ના સમાજલક્ષી અને સેવાકીય કાર્યોને કાયમી સ્મૃતિમાં જીવંત રાખવાના ઉમદા હેતુથી મોરબી જિલ્લા પંચાયત દ્વારા વિરપરથી લીલાપર સુધીના નવનિર્મિત માર્ગને “સ્વ. શ્રી ઓ.આર. પટેલ માર્ગ” નામ આપવાનો તેમજ આ માર્ગ પર તેમની પ્રતિમા સ્થાપિત કરવાનો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે.
આ ગૌરવપૂર્ણ નિર્ણય બદલ જયસુખભાઈ પટેલ ફેમિલી, સમગ્ર અજંતા પરિવાર અને સમગ્ર ભાલોડીયા પરિવાર દ્વારા આ નિર્ણયને સાકાર કરવામાં સહયોગ, સમર્થન અને માર્ગદર્શન આપનાર તમામ મહાનુભાવોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે.
આ પ્રસંગે ખાસ કરીને સાંસદઓ વિનોદભાઈ ચાવડા (કચ્છ-મોરબી), પરષોત્તમભાઈ રૂપાલા (રાજકોટ), રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહજી ઝાલા તેમજ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારિયાનો આભાર માનવામાં આવ્યો છે.
તે ઉપરાંત ધારાસભ્યઓ કાંતિભાઈ અમૃતિયા (મોરબી), દુર્લભજીભાઈ દેથરિયા (ટંકારા), જીતુભાઈ સોમાણી (વાંકાનેર) અને પ્રકાશભાઈ વરમોરા (ધ્રાંગધ્રા-હળવદ), પૂર્વ મંત્રીઓ, પૂર્વ ધારાસભ્યો તેમજ નિવૃત્ત કલેક્ટર બાબુલાલ ઘોડાસરા સાહેબનો પણ વિશેષ આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે.
આ સાથે જિલ્લા કલેક્ટર, મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ, કારોબારી સમિતિના ચેરમેન, જિલ્લા પંચાયતના તમામ સદસ્યો, જિલ્લા વિકાસ અધિકારી (DDO), કારોબારી સમિતિના સભ્યો અને સમગ્ર વહીવટી તંત્રનો પણ પરિવાર દ્વારા આભાર માનવામાં આવ્યો છે.
ઉપરાંત ઉમા સંસ્કારધામ મોરબીના પ્રમુખ અને સમસ્ત ટ્રસ્ટીગણ, વિરપર અને લીલાપર ગ્રામ પંચાયતના સરપંચઓ, આગેવાનો અને ગ્રામજનો, સમસ્ત પાટીદાર સમાજના શ્રેષ્ઠીઓ, ઉદ્યોગપતિઓ તથા શુભેચ્છકોએ આપેલા સહકાર બદલ પણ કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવી છે.
પરિવાર દ્વારા જણાવાયું છે કે, આ કાર્યમાં જેમનું નામ રહી ગયું હોય તેવા તમામ મહાનુભાવો અને સહયોગીઓનો પણ હૃદયપૂર્વક આભાર. સ્વ. ઓ.આર. પટેલ સાહેબે સમાજ, શિક્ષણ, ઉદ્યોગ, મહિલા સશક્તિકરણ અને જળસંચય ક્ષેત્રે આપેલું અમૂલ્ય યોગદાન આવનારી પેઢીઓ માટે પ્રેરણારૂપ બની રહેશે. વિરપર-લીલાપર માર્ગને તેમના નામથી ઓળખવાનો અને માર્ગ પર તેમની પ્રતિમા સ્થાપિત કરવાનો નિર્ણય તેમના સેવાકાર્યોને સાચી શ્રદ્ધાંજલિ સમાન બની રહેશે.
જયસુખભાઈ પટેલ ફેમિલી, સમગ્ર અજંતા પરિવાર અને સમગ્ર ભાલોડીયા પરિવાર દ્વારા તમામ સહયોગીઓનો પુનઃ એકવાર હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે.







