ડિસ્ટ્રિક્ટ ડેવલોપમેન્ટ-કો ઓર્ડિનેશન અને મોનીટરીંગ કમિટી (દિશા) ની બેઠક તા.૦૯/૦૫/૨૦૨૩ ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે કલેકટર કચેરી, મીટિંગ હોલ, મોરબી ખાતે સાંસદશ્રી મોહનભાઈ કુંડારીયાના અધ્યક્ષ સ્થાને યોજાશે.
આ બેઠકમાં તારીખ ગત તા.૧૩/૦૧/૨૦૨૩ ના રોજ મળેલ ડિસ્ટ્રિક્ટ ડેવલોપમેન્ટ-કો ઓર્ડિનેશન અને મોનીટરીંગ કમિટી (દિશા) બેઠકની કાર્યવાહી નોંધને બહાલી મળવા બાબત તેમજ માર્ચ ૨૦૨૩ અંતિત વિવિધ વિભાગોની ભૌતિક નાણાકીય કામગીરીની સમીક્ષા કરવામાં આવનાર છે.