ડો. બાબા સાહેબ આંબેડકર જન્મદિવસ નિમિત્તે “જય ભીમ”ના નારા સાથે વિસ્તાર અને ગુંજવતા બાળકો

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

ભારત દેશના બંધારણ ઘડવૈયા ડો. બાબા સાહેબ આંબેડકર ની 135 મી જન્મ જયંતી નિમિત્તે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી સંચાલિત ડોક્ટર બાબા સાહેબ આંબેડકર પ્રાથમિક વિદ્યાલયના બાળકોએ રેલી યોજી વિસ્તારને જય ભીમના નારાથી ગુંજવ્યું હતું

ડોક્ટર બાબા સાહેબ આંબેડકર પ્રાથમિક વિદ્યાલય, ભીમરાવનગર, વિજયનગર મેઇન રોડ, રોહીદાસ પરા, મોરબી ખાતે આવેલી છે જે વર્ષ 2001 થી કાર્યરત છે જ્યાં કેજી થી ધોરણ 1 થી 8 સુધીના બાળકો અભ્યાસ કરી રહ્યા છે. ટ્રસ્ટ ના પ્રમુખ જમનાદાસ ટપુભાઈ પરમાર અને શાળા વહીવટદાર અને ટ્રસ્ટના મંત્રી કે.આર.ચાવડા ની આગેવાનીમાં શાળાએથી રોહીદાસ પરા મેન રોડ પર આવેલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર પ્રતિમા સુધી રેલી આયોજિત કરી હતી, રેલી દરમિયાન બાળકો દ્વારા જય ભીમના નારા સાથે વ્યસન છોડો અને શિક્ષણ અપનાવો ના સૂત્રોચાર સાથે સમગ્ર વિસ્તારને ગુંજવી નાખ્યું હતું. આ પ્રસંગે ટ્રસ્ટના સદસ્યો અને શાળાના તમામ શિક્ષક ગણ ઉપસ્થિત રહ્યા હતા. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર પ્રતિમા ખાતે રેલી પહોંચી પ્રતિમાને ફુલહાર કરી બાળકો દ્વારા ભીમ ગરબા કરી વાતાવરણને ભીમમય બનાવ્યું હતું.
રેલી બાદ તમામ બાળકોને શાળા ખાતે વહીવટદાર કે.આર.ચાવડા દ્વારા નાસ્તો કરવામાં આવ્યો હતો.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW