બેદરકારીભરી રિક્ષા ચાલકે લીધો જીવ: મહિલાનું સારવાર દરમિયાન અવસાન

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

મોરબી-માળીયા હાઇવે પર કરુણ અકસ્માત રિક્ષામાંથી પટકાતા મહિલાનું સારવાર દરમિયાન મોત

મોરબી: મોરબી-માળીયા નેશનલ હાઇવે પર તા. 11 એપ્રિલના રોજ એક કરુણ અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ, જીજે-36-ડબ્લ્યુ-1358 નંબરની રિક્ષાના ચાલકે બેદરકારીપૂર્વક અને તેજ ગતિએ રિક્ષા હંકારતા તેમાં બેઠેલી વર્ષાબેન મુનેશભાઈ પરમાર (ઉંમર 41, નિવાસી નવી ટીંબડી) અચાનક સંતુલન ગુમાવી રિક્ષામાંથી રોડ પર પટકાયા હતા.

આ અકસ્માતમાં વર્ષાબેનને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે સારવાર દરમિયાન તેમનું દુઃખદ અવસાન થયું હતું.

આ બનાવ અંગે મૃતકના પતિ મુનેશભાઈ નાનજીભાઈ પરમારે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે રિક્ષા ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.

બનાવથી વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW