મોરબી મનપામાં ભાજપનો ઐતિહાસિક વિજય, તમામ 52 બેઠકો પર કમળ ખીલ્યું

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

(અહેવાલ: મયંક દેવમુરારી)

મોરબી શહેરના રાજકીય ઇતિહાસમાં પ્રથમ વખત યોજાયેલી મહાનગર પાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ પ્રચંડ વિજય મેળવી તમામ 13 વોર્ડની 52 એ 52 બેઠકો કબજે કરી ઐતિહાસિક જીત નોંધાવી છે. આ પરિણામ સાથે ભાજપે વિરોધ પક્ષોનો સંપૂર્ણ સફાયો કરી મોરબી મનપા પર ભગવો લહેરાવ્યો છે.

મોરબી મહાનગર પાલિકાની પ્રથમ ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી ઉપરાંત ભાજપમાંથી નારાજ થયેલા કેટલાક આગેવાનો પણ ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા. તેમ છતાં મતદાતાઓએ વિકાસ અને વિશ્વાસના નામે ભાજપને જંગી સમર્થન આપતા પક્ષના તમામ 52 ઉમેદવારોને વિજય અપાવ્યો છે.

મંત્રી કાંતિલાલ અમૃતિયા નો ગઢ ગણાતા મોરબીમાં ભાજપે આ જીત સાથે પોતાની મજબૂત પકડ ફરી સાબિત કરી છે. શહેરના તમામ વોર્ડમાં ભાજપને મળેલા જંગી જનસમર્થને વિરોધ પક્ષો માટે ચિંતાના વાદળો ઊભા કર્યા છે. પરિણામો જાહેર થતા ભાજપ કાર્યકરોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ હતી અને શહેરભરમાં વિજયોત્સવનું વાતાવરણ સર્જાયું હતું.

આ ચૂંટણીમાં ભાજપે સંગઠનશક્તિ, સુનિયોજિત ચૂંટણી પ્રચાર અને વિકાસના મુદ્દાઓના આધારે જનતા વચ્ચે વિશ્વાસ જીત્યો હોવાનું રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે. પ્રથમ મનપા ચૂંટણીમાં જ તમામ બેઠકો પર કબજો મેળવી ભાજપે મોરબીમાં નવો રાજકીય ઇતિહાસ રચ્યો છે.

આ પ્રચંડ જનમંડેટે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે મોરબીની જનતાએ વિકાસમુખી રાજકારણ પર વિશ્વાસ વ્યક્ત કરી ભાજપને એકતરફી સમર્થન આપ્યું છે. હવે મનપામાં ભાજપના શાસન હેઠળ શહેર વિકાસને નવી દિશા મળશે તેવી આશા વ્યક્ત થઈ રહી છે.

મોરબી મનપા ચૂંટણી માં ભાજપ ના ૧૩ વોર્ડ માં વિજય થયેલા ૫૨ ઉમેદવારો નામ

વોર્ડ 1

ભાજપ: જયંતિભાઈ દામજીભાઇ પડસુંબિયા, રમાબેન પરેશકુમાર રૂપાલા, વીણાબેન માવજીભાઇ કંઝારીયા, જયદીપ પ્રશાંતભાઇ મહેતા

વોર્ડ 2

ભાજપ: સીતાબેન પરબતભાઇ હુંબલ, જયેશભાઇ મહેશભાઇ અગેચણીયા, મનસુખભાઇ મુળજીભાઇ સારેસા, આરતીબેન અમિતભાઇ જંજવાડીયા

વોર્ડ ૩

ભાજપ: રમાબેન કેતનભાઇ બોપલિયા, જિગ્નેશ હંસરાજભાઇ કૈલા, અર્પિતાબા પુષ્પરાજસિંહ જાડેજા, ભુપેન્દ્રભાઇ લાખાભાઇ જારીયા

વોર્ડ 4
અશ્વિનિબેન અશ્વિનભાઈ પાટડિયા,પુનમબેન જીતેનભાઇ અગેચણીયા,ગૌતમ ભાવેષભાઈ પરમાર,વિવેક રમેશભાઈ ગોલતર

વોર્ડ 5

ભાજપ: માનુબેન રમેશભાઇ સિયાર, ભગિરથ મનસુખભાઇ બરાસરા, મેઘરાજસિંહ મહીપતસિંહ ઝાલા, મંજુલાબેન ગુણવંતભાઇ ચૌહાણ

વોર્ડ 6

ભાજપ: કેયુરકુમાર નરેન્દ્રભાઇ પંડયા, પુષ્પા જીગર વાળા, ક્રિષ્નાબેન ઓમપ્રકાશ પરમાર, ચિરાગ હસમુખભાઇ રાણપરા

વોર્ડ 7

ભાજપ: મમતાબેન ધીરેન્દ્રભાઇ ઠાકર, જલ્પાબેન ડાયાલાલ સોનગ્રા, ભાવીનભાઇ ગિરીશભાઇ ઘેલાણી, જયેશભાઇ વસંતભાઇ દેસાઇ

વોર્ડ 8

ભાજપ: કુંદનબેન શૈલેષ માકાસણા, મહેન્દ્રભાઇ રમણિકલાલ સવસાણી, ઉતમ મહેશભાઇ સુરાણી, જ્યોત્સનાબેન સવજીભાઇ ભીમાણી

વોર્ડ 9

ભાજપ: હીરેનભાઇ પરબતભાઈ કરોતરા, નવનીતભાઈ ભુદરજીભાઈ કુંડારીયા, ભગવતીબેન મહેશભાઈ કુંડારીયા, નુતનબેન હરસુખભાઈ વિડજા

વોર્ડ નંબર 10

ભાજપ: સોનલબેન પ્રફુલભાઇ બાવરવા, અલ્પાબેન રોહિતભાઇ કંજારીયા, ભાવેશભાઇ અરજણભાઇ કંઝારીયા અને ગણેશભાઇ નાનજીભાઇ ડાભી

વોર્ડ નંબર 11

ભાજપ: ગોપાલભાઇ વસ્તાભાઈ કાસુન્દ્રા, રવિન્દ્રભાઈ ઘનજીભાઇ સનાવડા, નિરૂપમા નિલેશભાઇ કાલરીયા અને ભારતીબેન ચુનીલાલ પરમાર

વોર્ડ નંબર 12

ભાજપ: રીષિપકુમાર નારણભાઇ કૈલા, બ્રિજેશ આપાભાઇ કુંભરવાડીયા, મેઘાબેન દિપકકુમાર પોપટ અને શીતલ સાગરભાઇ વઘાડીયા

વોર્ડ નંબર 13

ભાજપ: ભાવિકકુમાર ભરતભાઈ જારીયા, રાજેશભાઈ કાનજીભાઇ ડાભી, ગીતાબેન મનોજભાઇ સોલંકી, જશવંતીબેન પ્રવિણભાઇ સોનગ્રા

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW