પીપળી તાલુકા પંચાયત બેઠક પર ભાજપનો ભવ્ય વિજય, કાર્યકરોમાં આનંદની લાગણી

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

મોરબી જિલ્લા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પીપળી તાલુકા પંચાયત બેઠક પર ભાજપના ઉમેદવાર પૂનમબેન સાવનભાઈ છત્રોલા વિજેતા બનતા ભાજપમાં ખુશીની લહેર ફરી વળી છે. પ્રચંડ જનસમર્થન સાથે મળેલી જીતને કાર્યકરોએ વિકાસ અને વિશ્વાસની જીત ગણાવી હતી.

ભાજપ ઉમેદવારની જીત બાદ કાર્યકરો અને સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. જીત બાદ ભાજપના કાર્યકરોએ એકબીજાને અભિનંદન પાઠવી ઉજવણી કરી હતી. મતદાતાઓએ ભાજપ પર વિશ્વાસ વ્યક્ત કરી કમળ ખીલવ્યું હોવાનું નેતાઓએ જણાવ્યું હતું.

સ્થાનિક મતદાતાઓએ વિકાસના મુદ્દાઓને પ્રાથમિકતા આપીને ભાજપને બહુમતી આપી હોવાનું માનવામાં આવે છે. પીપળી બેઠક પર ભાજપની આ જીતને સંગઠનની મહેનત, ઉમેદવારની લોકપ્રિયતા અને જનસમર્થનનું પરિણામ ગણાવવામાં આવી રહ્યું છે.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW