મોરબી જિલ્લા પંચાયતમાં ભાજપ માટે નિરાશાજનક પરિસ્થિતિ સર્જાઈ છે. પ્રથમ અઢી વર્ષ માટે ST અનામત પ્રમુખ પદ માટે મહત્વપૂર્ણ ગણાતી નેકનામ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ગીતાબેન રમેશભાઈ દુબરીયાએ વિજય મેળવી ભાજપને મોટો ઝટકો આપ્યો છે. ભાજપે પણ ST ઉમેદવાર મેદાનમાં ઉતાર્યો હોવા છતાં હારનો સામનો કરવો પડ્યો છે.
રોસ્ટર મુજબ નેકનામ બેઠક પરથી જીતનાર ઉમેદવાર જ પ્રથમ 2.5 વર્ષ માટે જિલ્લા પંચાયત પ્રમુખ બની શકે તેમ હોવાથી હવે ગીતાબેન દુબરીયા પ્રમુખ બનવાનો માર્ગ મોકળો થયો છે. કોંગ્રેસે જીત સાથે પ્રમુખ પદ હાંસલ કરી રાજકીય સમીકરણોમાં ભાજપને પાછળ મૂકી દીધું છે.
ભાજપ માટે આ પરિણામ નિરાશાજનક ગણાઈ રહ્યું છે, કારણ કે ઓછી બેઠકો જીત્યા છતાં કોંગ્રેસે પ્રમુખ પદ પોતાના ફાળે કરી રાજકીય માસ્ટરસ્ટ્રોક કર્યો છે.




