(અહેવાલ મયંક દેવમુરારી)
મોરબી: સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મોરબી જિલ્લામાં ભાજપે પ્રચંડ વિજય મેળવી મંત્રી કાંતિલાલ અમૃતિયાનો દબદબો ફરી એકવાર સાબિત કર્યો છે. ગંભીર બીમારી કેન્સરની સારવાર બાદ પણ કાંતિલાલ અમૃતિયા ચૂંટણી પ્રચારના મેદાનમાં સક્રિય રીતે ઝંપલાવ્યું હતું અને તેનું પરિણામ ભાજપના ભવ્ય વિજય રૂપે સામે આવ્યું છે.
મોરબી મહાનગરપાલિકાની તમામ 52 બેઠકો પર ભાજપે કમળ ખીલવતાં વિરોધીઓનો સફાયો કર્યો છે. સાથે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોમાં પણ ભાજપે મજબૂત પ્રદર્શન કરી સત્તા કબજે કરી છે. આ પરિણામોથી મોરબીમાં કાંતિલાલ અમૃતિયાનું રાજકીય પ્રભુત્વ વધુ મજબૂત બન્યું છે.
ચૂંટણી દરમિયાન કાંતિલાલ અમૃતિયાએ તબિયતની પરવા કર્યા વગર જનસંપર્ક અને પ્રચારમાં જોરદાર મહેનત કરી હતી. જનતાએ પણ ભાજપ અને કાંતિલાલ અમૃતિયા પર વિશ્વાસ વ્યક્ત કરી પ્રચંડ જનમંડેટ આપ્યું છે.
આ પરિણામે સ્પષ્ટ થયું છે કે મોરબીમાં કાંતિલાલ અમૃતિયાનો દબદબો યથાવત છે અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસ અને આપ માટે ‘નો એન્ટ્રી’ જેવી સ્થિતિ સર્જાઈ છે. ભાજપના આ ઐતિહાસિક વિજયને કાર્યકરોમાં ઉત્સાહ અને ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે.




