મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ મનોજ એરવાડિયાની કમિશ્નર સંગીતાબેન રૈયાણી સાથે શુભેચ્છા મુલાકાત

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ મનોજ એરવાડિયા દ્વારા નવનિયુક્ત મોરબી મનપા કમિશ્નર સંગીતાબેન રૈયાણી સાથે શુભેચ્છા મુલાકાત કરવામાં આવી હતી.

આ મુલાકાત દરમિયાન મનોજ એરવાડિયાએ કમિશ્નર મેડમને નવી જવાબદારી સંભાળવા બદલ હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. સાથે જ તેમના કાર્યકાળ દરમિયાન મોરબી શહેર વિકાસના નવા શિખરો સર કરે, શહેરમાં વધુ સારી માળખાકીય સુવિધાઓ ઉભી થાય, સ્વચ્છતા, ટ્રાફિક વ્યવસ્થા, રોડ-રસ્તા, પાણી સહિતની નાગરિક સુવિધાઓમાં વધારો થાય તેમજ મોરબીની જનતાને વધુ સુખાકારીપૂર્ણ જીવન જીવવાની તક મળે તેવી શુભકામનાઓ વ્યક્ત કરી હતી.

વધુમાં મોરબી મહાનગરપાલિકા અને ઉદ્યોગજગત વચ્ચે સંકલન અને સહકારથી શહેરના સર્વાંગી વિકાસને નવી દિશા મળશે તેવી આશા પણ વ્યક્ત કરવામાં આવી હતી.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW