પવિત્ર શ્રાવણ માસના તહેવારોની સિઝન ચાલુ થઈ રહી છે ત્યારે સનાતન ધર્મના મુખ્ય તહેવારો ક્યારે છે? તે ચાલો જાણીએ મોરબીના પ્રખર વિદ્વાન શાસ્ત્રીજી કૃષ્ણચંદ્ર દિલીપભાઈ દવે પાસેથી.
બોળચોથ ( બહૂલા ચતુર્થી):-
શ્રાવણ વદ ૪ ને મંગળવાર તા.૧૨/૮/૨૦૨૫
ગાય પૂજન કરવું.
નાગપંચમી :- શ્રાવણ વદ ૫ ને બુધવાર તા. ૧૩/૮/૨૫ નાગદેવતા નું પૂજન કરવું.
રાંધણછઠ :- શ્રાવણ વદ ૬ ગુરુવાર તા. ૧૪/૮/૨૫ ના રાંધણછઠ રહેશે. જે તિથિને હળષષ્ઠી, ચંદન છઠ , હલ છઠ તરીકે ઓળખવામાં આવે છે. અને આ દિવસે બલરામજી ની પ્રાગટ્ય દિવસ હોય બલરામજયંતી પણ ઉજવવામાં આવે છે.
છઠ્ઠ ના દિવસે ચૂલા ઠારવાના સાંજના મુર્હૂત
સાંજે ૫:૩૬ થી ૧૦:૦૦ સુધી શુભ,અમૃત,ચલ
શીતળા સાતમ :- શ્રાવણ વદ ૭ તા.૧૫/૮/૨૦૨૫ ને શુક્રવાર
જન્માષ્ટમી( શ્રી કૃષ્ણ જન્મોત્સવ) :- શ્રાવણ વદ ૮ તા. ૧૬/૮/૨૦૨૫ ને શનિવાર
ભાગવતાચાર્ય શાસ્ત્રીજી કૃષ્ણચંદ્ર દિલીપભાઈ દવે
(સંસ્કૃત વિશારદ જયોતિષરત્નમ) મો.8000911444




